દે.બારીયા,ભારતીય ટપાલ વિભાગ વિશ્ર્વનું મોટામાં મોટું વિભાગમાં ગણના થતી હતી. જ્યારથી ઈન્ટરનેટની સુવિધા ન હતી. ત્યારે અગાઉ જેમ પણ ભારતીય પોસ્ટ વિભાગ વિશ્ર્વમાં અવ્વલ સ્થાન ધરાવતો હોય તો નવાઈ નહિં.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય ટપાલ વિભાગ હાલમાં કેન્દ્ર હસ્તક ચાલી રહ્યું છે. જેમાં ટપાલની સેવા સાથે ઈન્ટર મીની ઓર્ડર બુકિંગ, ભારતીય પોસ્ટલ ઓર્ડરનુંં વેચાણ, ટપાલ જીવન વીમા, ગ્રામીણ ટપાલ જીવન વિભાગ તથા ટેલીફોન, ઈલેકટ્રીક સીટી બીલ સર્વિસ પરંતુ હાલમાં કેટલા સમયથી દે.બારીયા પોસ્ટ ઓફિસમાં શહેરીજનોના ઈલેકટ્રીક બીલ સ્વીકારતા નથી. તે કયારે સ્વીકારશે ? તેમજ મ્યુચલફંડનુંં વેચાણ, ઈન્ટરસન્ટ મનીઓર્ડર સાથે પાસપોર્ટ ફોર્મનુંં વેચાણ અને વીમા પોલીસી આપવા સાથે ઈ-પોસ્ટ બુકીંગ, બચત બેન્કની સુવિધા સાથે આધાર એ.ટી.એમ. પોસ્ટ વિભાગમાં સર્વિસ આપવાની પાંચ થી સાત વર્ષ પહેલા ચાલુ કરવામાં આવી હતી. તે સીનીયર સીટીજનના વ્યકિતઓ માટે ખુબ લાભદાયી સુવિધા કેન્દ્રની સંવેદનશીલ સરકારે આધાર એ.ટી.એમ. સુવિધા હાલમાં મળતી નથી ? તે મોટો પ્રશ્ર્ન છે. સીનીયર સીટીજનોને ધરે બેઠા લાગતા વળગતા પદના ભારતીય ટપાલ વિભાગના અધિકારીઓ તપાસ કરી ચાલુ કરાવે તેવી પ્રાઉડ લાચાર લાભાર્થીઓની માંગ ઉઠવા પામી છે. જે સીનીયર સીટીજનોના ખાતાઓમાં નાણાં જમા થાય છે. તેમના નાણાં પહેલા વર્ષોની જેમ આધાર એ.ટી.એમ. સ્કીમનો લાભ કયારે મળવા પામશે ? ધરમાંં ચાલીને પોતાના માટે પીવાનુંં પાણી લઈ ના શકે તેવા સીનીયર સીટીજન વરદાનરૂપ સાબિત થાય તે મુજબનો હુકમ કરાશે ? ખરો પોસ્ટમેનો મોટુંં બહાનું શોધી રાખ્યો છે કે, તમારું ફીંગર, આધાર એ.ટી.એમ.ના માઉસસમાં આવતો નથી અને તને પોસ્ટમાં જાય અથવા સરકારી દુકાનમાં ફીંગર પાડતા હોય તો ત્યાં ફીંગર બતાવી દેતું હોય છે. તો પોતાની ફરજમાં આવતુંં કાર્ય અને ફરજમાં બહાનું બતાવતા હોય તેમ નથી લાગતું ? બેદરકારી દાખવતા પોસ્ટના અમુક કર્મીઓને લાગતા વળગતા વિભાગીય જનરલ મેનેજર આ અંગે સોચ વિચાર કરી કેન્દ્રની ગતિશીલ સરકારનું સીનીયર સીટીજનો માટે જે ઉમદા હેતુને સાર્થક કરાવવા માટે પગલાં ભરાશે ખરાં ?