સમગ્ર ગુજરાતના ખેડૂતો પોતાની ખેતીને લઈને જાગૃત થયા છે ત્યારે દાહોદ જીલ્લામાં પણ છેવાડાના ગામોના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી વિષે સમજતા થાય તેમજ પ્રાકૃતિક ખેતીને અપનાવવા પહેલ કરે તે હેતુથી ખેતીવાડી, બાગાયત વિભાગ તેમજ આત્મા પ્રોજેક્ટના સંયુક્ત પ્રયત્નોથી જીલ્લાભરમાં મોટાભાગના ગામડાઓમાં પ્રાકૃતિકખેતી પદ્ધતિને સમજાવવા,માર્ગ દર્શન આપવા તેમજ પ્રાયોગિક રીતે સમજાવવાના સફળ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેના ઉપક્રમે દાહોદ જીલ્લામાં દેવગઢબારિયા તાલુકાના સાલીયા ગામમાં આવેલ કબીર મંદિર ખાતે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી પંચસ્તરિય મોડેલ ફાર્મ બનાવવા માટે સેમીનાર યોજવામાં આવ્યોહતો.
ગુજરાત રાજ્ય સંયોજક પ્રફુલ સેજલિયા અને ભાવનગર જીલ્લાના પ્રગતિશીલ ખેડૂત નારસંગભાઈ દ્વારા બાગાયતી ફળપાકોની પંચસ્તરિય બાગબાની ખેતી વિષે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યુંહતું.સાથે સાથે દાહોદ જીલ્લાના આત્મા યોજના પ્રોજેક્ટ ડાયરેકટર ડો.ડી.એલ.પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતી અને મોડેલ ફાર્મ બનાવવા માટે સહાય તેમજ ખેતી પદ્ધતિ વિશે વિસ્તારપૂર્વકજાણકારીઆપવામાંઆવીહતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિભાગીય સંયોજક કેવલભાઈ પટેલ, દાહોદ જીલ્લા સંયોજક કાનસિંગભાઈ, મહીસાગર જીલ્લા સંયોજક શૈલેષભાઈ પટેલ તેમજ કબીર મંદિર, સાલીયાના મહંત ઋષિકેશબાપુના આશીર્વચન થકી પ્રાકૃતિક ખેતીમાં દાહોદ જીલ્લો ખૂબ આગળ વધે તેવીકામનાપાઠવીહતી. આ સેમિનારમાં દાહોદ જીલ્લાના આત્મા યોજના સ્ટાફ, ગ્રામ્ય કક્ષાએ પ્રાકૃતિક કૃષિની તાલીમ આપતા ખેડૂત મિત્રો, તાલુકા સંયોજક અને સહ સંયોજકો તેમજ ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.