દે.બારીયા તાલુકાના સાગટાળા પોલીસ મથકના પી.એસ.આઇ તેમજ અન્ય ચાર પોલીસ કર્મી વિરૂદ્ધ સાગટાળા પોલીસ મથકે એક યુવકને માર મારવા તેમજ એકનું કરંટ લાગવાથી મોતને લઈ ગુન્હો નોંધાવતા પોલીસ બેડામાં ખળભળાટ

  • તારૂં નામ રમણ છે તેવું પૂછતા રમણે હા કહેતા પોલીસે માર મારેલ.
  • પિતાને પોલીસે માર મારતા પુત્ર પોલીસ ના માર ડરે નાસી છૂટ્યો.
  • પોલીસના ડરે નાસી છૂટેલા પુત્રને કરંટ લાગતા મોત

દે.બારીયા તાલુકાના પોલીસ મથકના પીએસઆઇ સહિત ચાર પોલીસ કર્મીઓ દ્વારા સેવાનિયા ગામના એક ઈસમને ત્યાં જઈ તેનું નામ ઠામ પૂછી માર મારતા એકને ગંભીર ઇજા જ્યારે પિતાને માર મારતા પોલીસના ડરથી પુત્ર ભાગવા જતા કરંટ લાગતા મોત થવાથી પીએસઆઇ સહિત ચાર પોલીસ કર્મી ઓ વિરૂદ્ધ સાગટાળા પોલીસ મથકે બનાવ અંગેનો ગુન્હો નોંધાવતા પોલીસ બેડામાં ખળભળાટ.

પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢબારિયા તાલુકાના સાગટાળા પોલીસ મથક વિસ્તારના સેવનિયા ગામે રહેતા રમણભાઈ લક્ષ્મણભાઈ જાતે રાઠવા ચોકડી ફળિયુ જેવો ગત તારીખ 6 સપ્ટેમ્બર ના સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં તેમના ઘરે હતા ત્યારે સાગટાળા પોલીસ મથકના પી.એસ.આઇ ભરવાડ તેમજ અન્ય ચાર પોલીસ કર્મીઓ રમણ રાઠવાના ઘરે જઈ તેના ઘરમાં પ્રવેશી પીએસઆઇ ભરવાડે રમણ રાઠવાને પૂછેલ કે તારૂં નામ રમણભાઈ છે.

જેથી રમણ રાઠવા એ હા પાડેલ અને તે વખતે પીએસઆઇ એ કહેલ કે તું ક્યાં ઊંઘી રહ્યો છે. ત્યારે રમાણે જણાવેલ કે મને ચાર પાંચ દિવસથી તાવ આવે છે, જેથી ઉભો થવાય એવું નથી. તેમ કહેતા પીએસઆઇ ભરવાડે રમણ રાઠવાના બંને પગે પંજાના ભાગે તથા ડાબા હાથે તેમજ વર્ણના ભાગે લાકડીના ફટકા મારેલ અને તે પછી તેને પકડીને તેના ઘરની બહાર લઈ ગયેલ ત્યારે રમણ રાખવાની મમ્મીએ બુમાબૂમ કરી કહેલ કે મારા છોકરાને તાવ આવે છે તમે તેને ક્યાં લઈ જાઓ છો તેમ કહેતા રમણ રાઠવાને ઘરની બહાર ઉભો રાખેલ અને તે વખતે રમણ રાઠવાના બે છોકરાઓ પણ ત્યાં હાજર હતા.

જેમાં રમણ રાઠવાનો મોટો છોકરો મુકેશ પોલીસ તેને પણ મારશે તેવી બીક થી ઘરેથી ભાગીને જતો રહેલ અને રમણ રાઠવા પણ પોલીસ વધુ માર મારશે. જેને લઇ તે પણ ક્યાંથી નાસી ગયેલ અને ત્યાર પછી પોલીસ ત્યાંથી જતી રહેતા મુકેશ રાઠવા પોલીસના ડરથી નાસવા જતા મુકેશ રાઠવાને કરંટ લાગ્યો હોવાનું પરિવારજનોને જણાવતા તેને તાત્કાલિક દેવગઢબારિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર થઈ લાવવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબે મુકેશ રાઠવાને મૃત જાહેર કર્યો હતો.

જ્યારે રમણ રાઠવા ને પણ ગંભીર ઇજાઓ થવાના કારણે તેને પણ સારવાર અર્થે દેવગઢ બારીયા ની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યારે તેને જાણવા મળ્યું હતું કે તેના પુત્ર મુકેશને કરંટ લાગવાથી મોત નીપજ્યાં છે. ત્યારે આ બનાવને લઈ રમણ રાઠવા તેના પરિવાર સાથે સાગટાળા પોલીસ મથકે સાગટાળા પોલીસ મથકના પીએસઆઇ ભરવાડ તેમજ પોલીસ કર્મી ચૌધરી જયપાલ પટેલ તેમજ અન્ય બે પોલીસ કર્મી જેના નામ ઠામ ખબર નથી, એમ કુલ મળી પીએસઆઇ સહિત ચાર પોલીસ કર્મીઓ વિરૂદ્ધ માર મારવા તેમજ તેમના ડરથી એકનું ભાગી જવાથી કરંટ લાગવાથી મોત થવાને લઈ તેમની વિરૂદ્ધ રમણ લક્ષ્મણ રાઠવા એ ગુન્હો નોંધાવતા. પોલીસ બેડા માં ખળભળાટ મચી જવા પામ્યો છે .

કરંટ લાગવાથી યુવકનું મોત નીપજતા પરિવારજનોએ પેનલ પીએમની માંગ કરતા યુવકની લાશને પેનલ પીએમ માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે પોલીસ સાથે મોકલી આપવામાં આવી હતી.

પીએસઆઇ તેમજ પોલીસ કર્મીઓ દ્વારા નામઠામ પૂછી માર મારવા તેમજ એકનું કરંટ લાગવાથી મોત થવાના બનાવમાં પોલીસે 17 કલાકથી વધુ સમય પછી ફરિયાદ નોધી.

પોલીસના મારથી બચવા માટે નાસી છૂટેલો યુવક ને કરંટ લાગતા મોત નીપજ્યું હતું. જેને લઇ પંથકના લોકો તેમજ પરિવારજનો માં એ પીએસઆઇ સહિત પોલીસ કર્મી ઓ વિરૂદ્ધ રોષ ની લાગણી ફેલાઈ હતી

પોલીસ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવા માટે પરિવારજનો તેમ જ ગ્રામજનો આખી રાત દેવગઢબારિયા પોલીસ મથકે બેસી રહ્યા હતા. બનાવને લઈ ડીવાયએસપી દેવગઢ બારીયા પોલીસ મથકે દોડી આવ્યા હતા. બોક્ષ

પોલીસ દ્વારા ખોટી રીતના માર મારવામાં તેમજ પોલીસના કારણે યુવકને કરંટ લાગવાથી મોત નીપજવાના બનાવમાં સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી પણ મોડી રાત્રે પોલીસ મથકે દોડી આવ્યા હતા અને પોલીસ કર્મીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરવા માટેની રજૂઆત કરી હતી.

સાગટાળા પોલીસ મથકના પીએસઆઇ ભરવાડ તેમજ પોલીસ કર્મીઓ દ્વારા યુવકને ખોટી રીતે માર મારી ઈજા પહોંચાડી તેમજ પોલીસના મારથી ભાગેલા યુવકનું કરંટ લાગવાથી મોત નીપજતા પરિવારજનો પોલીસ મથકે ફરિયાદ નોંધાવા જતા તેમજ ઉચ્ચઅધિકારીઓને આ બાબતે જણાવતા એક સમયે સાગટાળા પોલીસ મથકના પીએસઆઇ તેમજ પોલીસ કર્મીઓ દ્વારા અમે કોઈના ઘરે ગયા નથી અને અમે કોઈને માર્યો નથી તેઓ જ રટણ કરતાં પોલીસ કર્મીઓ વિરૂદ્ધ તપાસ હાથ ધરી બનાવ બન્યો હોવાનું ઉચ્ચ અધિકારીઓને જણાવતા ફરિયાદ લેવાય હોવાનું ચર્ચાઈ રહ્યું છે દબંગ ગીરી કરનાર ા ત શ ને દબંગ ગીરી ભારે પડી હોઈ તેમ પોતાની સામે જ પોતાના પોલીસ મથકમાં ગુનો નોંધાયો.