- ગણતરીના દિવસ પહેલા જ મુખ્ય અધિકારી એ પોતાની સર્વિસ રિવોલ્વર થી આત્મહત્યા કરી હતી.
- હજી તેની તપાસનો દોર શરૂ થયો છે, ત્યારે વધુ એક કર્મીએ એસિડ પી ને આત્મહત્યા કરી લેતા ચકચાર.
- ઘરે થી નોકરી ઉપર નીકળેલા કર્મીએ સંતરોડ ખાતે એસીડ ગટ ગટાવ્યું.
- વડોદરા સારવાર હેઠળ જ્યા મોત નિપજ્યું.
દેવગઢ બારીયા તાલુકા મથકે આવેલ નાયબ વન સંરક્ષક બારીયા ની કચેરીના ડી સી એફ ની આત્મા હત્યાના એક સપ્તાહમાં બીજા એક કર્મી એ આત્મહત્યા કરી લેતા ચકચાર
પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ બારીયા તાલુકા મથકે આવેલા નાયક વન સંરક્ષક બારીઆની કચેરીના ઉઈઋ તરીકે ફરજ બજાવતા આર.એમ.પરમારે કોઈક અગમ્યો કારણોસર ગત 12 જુલાઈ નારોજ દાહોદ આવેલા પોતાના મકાનમાં વહેલી સવારે પોતાની સર્વિસ રિવોલ્વર થી માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. જેને લઇ જીલ્લા સહિત વન વિભાગના અધિકારીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે હજી આ બનાવને એક સપ્તાહનો સમય થયો નથી. ત્યાંં આજે ઓફિસમાં કાયમી રોજમદાર તરીકે ઓફિસમાં ફરજ બજાવતા મહેશ ભીમાભાઇ બારીયા રહે.
માતરીયા વેજમાં જે ગત તારીખ 16 જુલાઈ નારોજ ઘરેથી ઓફિસમાં જવું છું, તેમ કહીને નીકળ્યા હતા અને સંતરોડ આવી કોઈ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવવા માટે એસિડ ગટગટાવી જઈ તેમના પુત્ર રાકેશને આ બનાવ અંગે પોતે જ ટેલીફોન થી જાણ કરતાં તેના પરિવારજનો સંતરોડ ખાતે દોડી આવી સારવાર હેઠળ ગોધરા ખસેડ્યા હતા. જ્યાં તેમની તબિયત નાજુક જણાતા વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજરોજ વહેલી સવારે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ત્યારે એક જ સપ્તાહના ટૂંકા ગાળામાં કચેરીના વડા તેમજ કચેરીના કાયમી રોજમદારની આત્મહત્યાથી વન વિભાગના કર્મીઓમાં ચકચાર મચી જવા પામ્યો છે. ત્યારે હવે આ બંને કર્મીઓના મોતને લઈ પોલીસ કઈ દિશામાં તપાસ હાથ ધરશે તે જોવાનું રહ્યું.