દે.બારીયા, દે.બારીયા તાલુકામાં 84 જેટલી દીન દયાલ ઉપાધ્યાય સસ્તા અનાજની વિતરણ કેન્દ્રો આવેલ છે. જેમાં જુન 2023 રાજ્ય સરકારની તુવેર દાળ, ચણા, ખાંડ તથા મીઠાના રાહત દરના વિતરણ યોજનાની અગત્યની જાણકારીના માટે તા.30/06/2023 શનિવાર નારોજ પંચમહાલ સમાચાર પત્રમાં પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિતરણ અંગેની જાણકારીના સ્વરૂપે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ ગાંધીનગરનો જાહેરા પ્રસિદ્ધ થઈ હતી. તેમ છતાં દે.બારીયાના ગરીબ લાભાર્થીઓ માટેની રાહતદરની દાળ ગોડાઉનમાં દાળના જથ્થા અંગેની ખરાદી કરવા ખાતર એક સસ્તા અનાજના દુકાનદારે સરકારી ગોડાઉનમાંં ફોનથી સં5ર્ક કરતા ત્યાંના કોમ્પ્યુટર ઓપરેટર જણાવ્યું હતું કે, દાળ આપવાનું બંધ થયું છેે. તો આમા સરકારની જાહેરાત સાચી કે પછી સરકારી ગોડાઉનોમાંં ધુસેલા અનાજના માફીયાઓની વાત સાચી તેની તપાસ કોણ કરશે ? વિના મુલ્યે ચોખાનો જથ્થો ગોડાઉનમાં છેલ્લી તારીખોમાં ઉપલબ્ધ ન હતો. જુન માસમાં દાળનો જથ્થો આવ્યો નથી શું ? એક પછી એક અનાજના જથ્થાનું સગેવગે કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. તેની પાછળ કયા તત્વો જવાબદાર છે. તેની તપાસ રાજ્યનુંં વિજીલન્સ વિભાગ એકશનમાં આવશે તે સમય બતાવશે.