દે.બારીયા તાલુકામાં ખેતી વિષયક થ્રી ફેઝ લાઈનોનું મેન્ટેનન્સ કરવા ભારતીય કિસાન સંધ દ્વારા ના.ઈજનેરને લેખિત રજુઆત

દે.બારીયા, દે.બારીયા તાલુકાના ખેડુતોને ખેતી વિષયક વીજ પુરવઠો 10 કલાક પુરો મળી રહે તે માટે થ્રી ફેઝ લાઈનોનું મેન્ટેનન્સ તાત્કાલીક કરી આપવામાં આવે તેવી માંગ સાથે ભારતીય કિસાન સંધ દુધીયા દ્વારા ના.ઈજનેર દે.બારીયાને લેખિત રુજઆત કરવામાંં આવી.

દે.બારીયા તાલુકાના ખેડુતોને ખેતી વિષયક વીજ કનેકશનો છે પરંતુ પુરેપુરો થ્રી ફ્રેઝનો પાવર તેને નહિ મળતાને આજે મુંઝવણમાં છે. સરકાર 10 કલાક ખેતી વિષયક વીજ પુરવઠો આપવાની વાત કરે છે પરંતુ દે.બારીયા તાલુકામાં માંડ એક કલાક વીજ પુરવઠો મળતો હશે. મધ્ય ગુજરાત વીજ કંપની ઓફિસ માંથી કહેવામાં આવે છે. લાઈન ચાલું છે. પરંતુ ખેડુતોના ખેતર સુધી થ્રી ફ્રેઝ લાઈનનો વોલ્ટેજ પહોંચતા નથી. મોંધા ભાવના બિયારણો, ખાતરો નાખીને ખેતી માટે ખેડુતો મહેનતે કરી રહ્યા છે. પરંતુ થ્રી ફ્રેઝ વીજ પુરવઠો નહિ મળતાં ખેડુતોના પાકને ભારે નુકશાન થતું હોય છે. વીજ કંપનીને અનેકવાર રજુઆત કરવામાં આવી છે. પરંતુ વીજ કંપનીને ઉંધ ઉડતી નથી. દે.બારીયા તાલુકામાં ખેડુતોના કુવા સુધી થ્રી ફ્રેઝ વોલ્ટેજ પહોંચવાનું કારણે માત્ર લાઈનનું મેન્ટેનન્સ છે. હેલ્પરો લાઈન ઉપર આવતા નથી. દુધીયા ગામમાં એક ખેડુતને થ્રી ફ્રેઝ લાઈનમાં બે વાયર નાખેલ છે. દોઢ વર્ષ થવા આવ્યું છતાં ચાર વાયર કરવામાં આવ્યા નથી. આ મધ્ય ગુજરાત વિજ કંપનીની નિષ્કાળજી છે. આ વિસ્તારમાં અભણ ખેડુત મજુરી કરવા બહાર જતા રહે મહિલાઓ ખેતરમાં જતા હોય પણ વીજ પાવર નહિ આવતો હોવાથી કઈ કરી શકતી નથી. વીજ કંપનીમાં ફોન કરતાં થોડીવારમાં આવશે. લાઈનમાં ફોલ્ટ છે તેવા ખેતી વિષયક થ્રી ફ્રેઝ લાઈન હોવા છતાં વોલ્ટેજના અભાવે ખેડુતો પરેશાન થતા હોય છે. ખેતરોમાં ભુંડ અને જાનવરો ત્રાસ હોય છે. તેમાં પણ લાઈટના અભાવે ખેડુતો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે થ્રી ફ્રેઝ લાઈનનું મેન્ટેનન્સ કરી ખેતરો સુધી વીજ વોલ્ટેજ પહોંચાડતો કરવા માટે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ભારતીય કિસાન સંધ દુધીયા દ્વારા દે.બારીયા નાયક ઈજનેર મધ્ય ગુજરાતને લેખિત રજુઆત કરાઈ છે.

.