દે. બારીયા તાલુકાની જે.એસ.ચૌહાણ હોસ્પીટલ માં ‘વિશ્વ એઇડ્સ દિન’ની ઉજવણી કરવામાં આવી

દે.બારીયા,

દેવગઢ બારીયા તાલુકાની જે.એસ.ચૌહાણ હોસ્પીટલમાં તા 1લી ડિસેમ્બર 2022 નાં રોજ વિશ્ર્વ એઇડ્સ દિનની ઉજવણી ANM નર્સિંગ ટ્રેનીંગ કોલેજના આચાર્ય વૈશાલીના અધ્યક્ષ પણા હેઠળ ઉજવવા માં આવ્યો. હોસ્પીટલમાં આવેલ નર્સિંગ સ્કૂલની ANM વિભાગની વિદ્યાર્થીનીઓમાં આરોગ્ય વિષયક મુદ્દા જેવા કે HIV/AIDS, ગુપ્ત/જાતીય રોગો, ART સેન્ટર અને ટીબી વિશે હોસ્પીટલનાં ICTC વિભાગના કાઉન્સિલર પંકજ બારીઆ અને લેબ.ટેકનીશ્યન ગીરીશ રાઠવા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. નસિંગ સ્કૂલના આચાર્ય તથા વિદ્યાર્થિનીઓએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.