દાહોદ,
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બસ સ્ટેશન પાસે વાહન ચેકીંગ દરમ્યાન દાહોદ એલસીબી પોલીસે જિલ્લા બહાર તથા રાજ્ય બહારના વાહન ચોરીના ત્રણ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરી ચાર મોટર સાયકલ મળી રૂા. 3 લાખ ઉપરાંતની કિંમતના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડી વધુ પુછપરછ હાથ ધરી છે.
દાહોદ એલસીબી પી.એસ.આઈ આર.બી.ઝાલા તથા તેમના સ્ટાફના પોલીસ કર્મીઓ સાથે પોતાના ઉપરી અધિકારીની સુચનાથી દેવગઢ બારીયા બસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકીંગમાં હાજર હતા. તે દરમ્યાન એક નંબર વગરની બજાજ કંપીનીની કેટીએમ ઉપર બે ઈસમો આવતાં વાહન ચેકીંગમાં ઉભેલ પોલીસે રોકી મોટર સાયકલના ચાલક પાસે ગાડીના કાગળો માંગ્યા હતા અને ચાલકે ગાડીના કોઈ કાગળ પોતચાની પાસે ન હોવાનું જણાવી કોઈ સંતોષકારક જવાબ ન આવતાં મોટર સાયકલના એન્જીન નંબર તથા ચેચીસ નંબરને આધારે ઈ-ગુજકોપ એપ્લીકેશન દ્વારા સર્ચ કરતા તે ગાડી હરીયાણા પાસીંગની હોવાનું જણાઈ આવતાં આ મામલે મોટર સાયકલ ચાલકની પુછપરછ કરતા આજથી ચારેક માસ અગાઉ મધ્યપ્રદેશના અલીરાજપુરમાં રહેતા તોસીફ પાસેથી ખરીદી હોવાની તથા કાગળ માંગેલ નહી હોવાની કબુલાત કરી હતી. જેથી બંનેને વિશ્ર્વાસમાં લઈ વધુ પુછપરછ કરતા પાછળ બેઠેલ ઈસમે જણાવેલ કે આ સિવાય બીજી ત્રણ મોટર સાયકલ સસ્તા ભાવે ખરીદી કરી પોતાના ઘરે રાખેલ હોવાનું જણાવતા તેના ઘરેથી પોલીસે બીજી ત્રણ મોટર સાયકલ પકડી પાડી કબજે લીધી હતી. પકડાયેલ બંનેનું નામ પુછતા તેઓએ અહમદ ઉસરાન મહમદ નિશાલ મકરાણી રહે. દેવગઢ બારીયા ભે દરવાજા તથા મહેબુબ ઉર્ફે ઝુલ્લુ મકસુદ અરબ(મુસ્લીમ) રહે દેવગઢ બારીયા ભે દરવાજા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ચાર મોટર સાયકલ કબજે લીધી હતી. જેમાંની એક પંચમહાલ જિલ્લાના હાલોલથી ચોરેલો બીજી મધ્યપ્રદેશના અલીરાજપુરના ઝામ્બુઆ ગામથી ચોરેલી એક વડોદરાના બાપોદથી ચોરેલી અને એક હરીયાણાના ગોરેગાવથી ચારેલી કબજે લીધી છે.