દે.બારીઆ સ્મશાન જવાના રસ્તે કાદવ-કિચડથી ડાઘુઓને પડતી મુશ્કેલીઓ

દે.બારીઆ, દે.બારીઆ નગરના સ્મશાનગૃહ જવાના રસ્તા ઉપર ગેસ પાઈપલાઈન અને પાણીની પાઈપલાઈન લઈ અગાઉ ખોદકામ કરવામાં આવ્યુ હતુ. જે ખોદકામને લઈ રસ્તા ઉપર મસમોટા ખાડા પડી ગયા છે.

રસ્તાની બંને બાજુ પણ ખોદકામ કરતા ત્યાં પણ ખાડા પડી ગયેલા છે. હાલ આ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળતા રસ્તા ઉપર ખાબોચિયા ભરાય છે. રસ્તા ઉપર તેમજ તેની આજુબાજુ કાદવ-કિચડ જોવાઈ રહ્યુ છે. રસ્તાને જોતા ગ્રામ્ય વિસ્તારનો સ્મશાનના રસ્તાને કાદવ કિચડને લઈ ડાઘુ અને સ્મશાન જવામાં અનેક લોકોને મુશ્કેલી પડી રહી છે. ચાલુ વરસાદમાં વરસાદી પાણી રસ્તા ઉપર ફરી વળતા આ રસ્તા ઉપર થી પસાર થવુ મુશ્કેલ બન્યુ છે. તંત્ર દ્વારા નગરના અન્ય રસ્તાઓની કામગીરી હાથ ધરાય કે ન ધરાય પણ આ અંતિમધામ જવાના રસ્તાની કામગીરી વહેલી તકે હાથ ધરાય તેવી નગરજનોની માંગ ઉઠવા પામી છે.