
દે.બારીયા,
દે.બારીયા શહેરમાં શુક્રવારી બજાર તરીકે ઓળખાય છે. તે પાલિકા વિસ્તારના મનોરંજન પ્લોટ માટે અનામત હતા. તેમ છતાં પાલિકા તંત્રએ બધાંં જ નીતિ નિયમો નેવે મૂકી શુક્રવારીના મનોરંજન પ્લોટોને હોકર્સ ઝોનનું કથીત નામ આપી તેમાં 163 જેટલા પતરાંના શેડ યુધ્ધના ધોરણે ઉભા કરી દીધા અને તે મળતીયાઓના નામે હરાજીમાં ખરીદીછ ભાડા ખાવા માટે ભૂમાફિયાઓ ખરીદી રહ્યા છે. આમાં, સરકારી તંત્ર હસ્તક્ષેપ કયારે કરશે તે યક્ષ પ્રશ્ર્ન છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 163 શેડ માંથી 21 જેટલા શેડની હરાજી કરાઈ હતી. એક શેડની ડીપોઝીટ પેટે રૂા.50,000/-સાથે માસીક ભાડા પેટે 3000 હજાર થી 7000 રૂપીયા સુધીની બોલી બોલાતી હતી. હરાજીમાં 45 જેટલા ડીપોઝીટવાળા 45 જેટલા હતા. તેમાંંથી પોણાભાગના ડીપોઝીટરો મળતીયા અને ભૂમાફિયાઓ હતા. તેવું આમ, જનતામાં ચર્ચાઈ રહ્યું હતું. અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે, શહેરમાં માત્ર ત્રણ મનોરંજન પ્લોટ અનામાત છે. જેમાંથી શુક્રવારી બજારનુંં પ્લોટમાં 163 જેટલા પતરાના શેડ બનાવી લાખ્ખોનો ખર્ચ બતાવી દેતાં દશેરા માટે મનોરંજન પ્લોટ કયાંં અને કયા વિસ્તારમાં હશે ? તેવા સવાલો સાથે ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે.
શુક્વારી બજારમાં પતરાંના શેડ યુધ્ધના ધોરણે કાર્ય શામાટે કરાયું શું ? મૂળ વેપારીઓ કોર્ટનો સ્ટે લાવશે તેનો ડર હતો કે પછી હાલની બોડીનો સમય સમાપ્ત થાય તે પહેલા બુલડોઝર રાજ ચલાવીને બધુ સાકવી નાખવાની પેરવી તો નથી. બાકી શેડની હરાજી પણ આ કાલમાં લપેટી લેવામાં આવશે તેને કોણ રોકી શકશે ? સ્થાનિક બેસતા તમામ પ્રકારના વેપારીઓને લોલોપોપ આપ્યું હતું. આ શેડની દુકાનો તમને જ આપીશું પરંતુ આવું કહેવા પુરતું હતુંં. તેમજ જીલ્લાના દૈનિક નાના સમાચાર પત્રો કેમ પાલિકા તેમજ અન્ય સરકારી ઓફિસો જેવાં કે, સરકારી દવાખાના તેમજ નગર પંંચાયત, નગર પાલિકાઓના વિકાસના કાર્યોની જાહેરાત કેમ આપવામાં આવતી નથી. તે ગંભીર સવાલ ઉપસ્થિત થવા પામ્યો છે.