દે.બારીયા શહેરની ઐતિહાસીક સબ જેલની તુટેલી કંપાઉન્ડ વોલ કયારે રીપેર કરાશે ???

દે.બારીયા,દે.બારીયા શહેરની સબ જેલ પણ સ્ટેટ રજવાડી સમય દરમિયાનની છે. આ જેલ માંથી કેદી ભાગી જાય તે શકય પણ નથી. તેમ છતાં આ જેલ માંથી થોડા વર્ષો અગાઉ કેદી ભાગી જવામાં સફળ થયા હતા. તે કેવી રીતે પરંતુ ગયા ચોમાસાના અંતમાં જે વાવાઝોડુંં ત્રાટકયું હતું. તેમાં દે.બારીયાની ઐતિહાસીક સબ જેલની દિવાલ પણ ધરાશાહી થઈ હતી. જે આ કંપાઉન્ડ દિવાલ છ માસ થયા છે તો પણ તેનું સમારકાર્ય હાથ ધર્યું નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીયા સબ જેલની કંપાઉન્ડ દિવાલ ચોમાસામાં વાવાઝોડાના કારણે ધરાશાહિ થવા પામી હતી. આ સબ જેલની તુટેલી વોલ તરફ જેલરનું ધ્યાન કેન્દ્રીત થયુંં નહિ હોય તે વાત ગળે ઉતરતી નથી. દરરોજ જેલર કેદીઓની હાજરી તેમજ કેટલા પાકા અને કાચા કેદીઓ છે તે અંગેની માહિતી મેળવવા આવતો હશે તો આ કંપાઉન્ડની તુટેલી છે. તેનો રિપોર્ટ મોકલવામાં નહિ આવ્યો હોય સુરક્ષાની જવાબદારી કોની બને છે. લાપરવાહીના લીધે આ જેલ માંથી અગાઉ કેદીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. જેથી અગાઉ કેદીઓ ભાગી ગયા હતા. તેને જોઈ જેલની સુરક્ષામાં કોઈપણ ખામીને દુર કરવામાં હિતાવહ છે. ધોડા છુટી ગયા બાદ તબેલામાં તાળા મારવા આ કહેવત સાર્થક થાય તે પહેલા આ તુટેલી કંપાઉન્ડ વોલનુંં સમારકાર્ય હાથ ધરાશે ? ખરું.