દે.બારીયા, દે.બારીયા નગર પાલિકામાં વિકસીત ભારત સંકલ્પ યાત્રાની સાથે ખાલી દેખાવ પુરતો સેવા સેતુનો કાર્યક્રમના અગાઉથી કોઈપણ પ્રકારે પ્રચાર પ્રસાર કર્યા વગર અચાનક પાર્ટીનો ભયાનક કાર્યક્રમ તા.27/12/ બુધવારના રોજ સવારે 10.00 વાગે ટાવર પાસે રાખી દેતા લાભાર્થીઓ છેતરાયાનો અહેસાસ અનુભવે છે.
મળતી માહિતી અનુસાર શહેરી વિસ્તારનો સેવાસેતુ તબકકો-9નો કાર્યક્રમમાં શહેરમાં એક દિવસ અગાઉ વહિવટી તંત્રએ જાણ કર્યા વગર સેવાસેતુનો કાર્યક્રમ રાખવામાં આવતા કોઈપણ સરકારી કાર્યના સ્ટોલો ઉપર જેવાં કે, આવકના દાખલા, રેશનકાર્ડ હોય કે પછી આયુષ્યમાન મા કાર્ડ તથા આધારકાર્ડના સ્ટોલોના ટેબલો ઉપર ઓનલાઈનની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. જેથી લાભાર્થીઓને કોરા ફોર્મ પકડાવીને કહેવામાં આવતું હતુંં. કાલે ઓફિસે આવશો તો તમારું કામ થઈ જશે આ છે સેવાસેતુનો હેતુ ગુજરાત સંવેદનશીલ અને ગતિશીલ સરકારની જાહેરાતોમાં કહેવામાં આવી છે કે, સરકારના તમામ લાભો લાભાર્થીઓના આંગણે હવેથી મળી રહેશે પરંતુ રાજાશાહી ગઈ પણ નોકર શાહી ગઈ નથી. સરકારી બાબુઓ સેવાસેતુ તબકકા-9ની આ મુજબનો લાભાર્થીઓને અનુભવ થયો હતો. એક લાભાર્થીએ જણાવ્યું હતું કે, મારા આધારમાં સ્પેલીંગના એક અક્ષરમાં ભુલ સુધારવાની હતી. તેના માટે આજના કળયુગી સરકારી બાબુઓએ પોસ્ટ ઓફિસનો રસ્તો બતાવી દેવા ખચકાયા નથી. આનુંં નામ સેવાસેતું છે ?