દે.બારીયા, ગુજરાતીઓનો પ્રિય તહેવાર અને વર્ષનો પણ પહેલો તહેવાર ઉત્તરાયણની તૈયારીઓ પતંગના રશિયાઓ છેલ્લા એક માસથી થઈ રહી છે. ઉલ્લેખનિય છે કે, ડીસેમ્બર માસની 14મીએથી ઉત્તરાયણ સુધી સખત એક માસ સુધી પ્રભાત ફરી વહેલી સવારે નિકળે છે. આ પરંપરા વર્ષોની છે. શહેરમાં પતંગોના સ્ટોલો શરૂ થયા છે. દોરાની ચકરી પતંગોનો નવો સ્ટોક આવી ગયો છે. અંડાછાપ પ્લાસ્ટીકની પતંગોનું હાલમાં વેચાણ ધૂમ ચાલે છે.
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર 12 અને 13 તારીખોમાં વેસ્ટન ડિર્સ્ટબ વાદળછાયું વાતાવરણ રહેવાનો છે. આ ડીર્સ્ટપને પણ ગુજરાતીઓને રોકી શકે નહી ઉત્તરાયણ આવતા પહેલા ગોળની ચીકી પણ બજારમાં આવી ચુકી છે. ધરે બનતી તલપાપડી થતા તલનુંં કચરીંયું અને ઉત્તરાયણના દિવસે ઉધીયું પણ વેચાય છે. આ તહેવારને અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામોથી ઉજવણી કરવામાં આવે છે. મકરસક્રાંતીને દક્ષિણના રાજ્યોમાં પોંગલ નામે મનાવવામાં આવે છે અને આ દિવસે લોકો મોજમસ્તી સાથે આખો દિવસ હર્ષોલ્લાસ સાથે ઉજવાય છે.