દે.બારીયા શહેરની એસ.બી.આઈ. બેેંકમા ગ્રાહકો ખાતેદારો પાસેજ તમામ ફોર્મ ભરવાનું કહેવામાં આવે છે ???

દે.બારીયા, દે.બારીયા શહેરમાં તમામ રાષ્ટ્રીયકૃત બેંકોની શાખા આવેલી છે. બેંકના કાર્ય માટે આવતા માનવતા ખાતેદારોના માટે રીઝર્વ બેંકના દ્વારા જે જે સુવિધા આપવા માટે જે તે બેંક શાખા બંધાયેલી છે. તેમાં આ તમામ શાખાઓમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. જેવી કે, પીવા માટેનું ઠંડુ પાણી બાઈક પાર્કિંગ તથા બેંકમાં હેન્ડીકેપ ખાતેદારો માટે ટ્રાયસીકલ માટેનો સ્લીપ આવતા કામમાં ઉનાળા માટે છાયડાની સુવિધાઓ ઉપલબ્ધ નથી. જેથી પંથકના ખાતેદારોની આ તમામ સુવિધા મળે તેવી માંંગ છે. તેમજ ખાસ ઉલ્લેખનિય છે કે, જે તે ટેબલો ઉપર એસી.બી.આઈ.ના કર્મી મોટા પગાર ધોરણ સાથે ફરજ બજાવવા માટે બંધાયેલા છે. તેમ છતાંં વારસાગતા ખાતા માટેના ફોર્મ ભરવાના તેમજ કેવાયસી તેમજ એટીએમ ફોર્મ જે તે ટઢેલના ફરજમાં આવતા કર્મીનુંં હોય છે. આ કેપીટલ અક્ષરમાં ફોર્મ ભરવા માટે પધરાવી દેવાતા હોય છે. બેંકના કર્મીની ફરજમાં આવતું કાર્ય કરતા નથી અને જો ફોર્મમાં ચેકચાક થાય તો ફરી ભરવાનો હુકમ કરતા ખચકાતા નથી. જેથી ગરીબ આમ અભણ જનતાને ફોર્મ ભરવા માટે આમ તેમ રખળવાનોવારો આવે છે. તેમજ એસ.બી.આઈ. શાખાના કર્મી વિના એકાઉન્ટ તો સૌથી ચડીયાતા છે. એક સમયે એક સાથે કોઈપણ ખાતેદારને જે તે ડોકયુમેન્ટ લાવવાનું જણાવતા જ નથી. આજથી 10 દિવસ થયા બાદ પણ મૃત્યુ થયેલા ખાતેદારના વારસદારોને નાણાં ટ્રાન્સફર થતા નથી. આ પ્રક્રિયામાં એક રૂપીયાની રેવન્યુ ટીકીટ ચોટાડવાનુંં છેલ્લે જણાવે છે. અને આ ટીકીટ માટે પોસ્ટ અથવા મામલતદારનો ધરમનો ધકકો એસ.બી.આઈ.ના માનવતા ગ્રાહકો ખવડાવે છે.

કયા કયા ડોકયુમેન્ટની જરૂર પડશે તે વિનય એકાઉન્ટસ કેમ જણાવતા નથી શું ? ઈંગ્લીશના કેપીટલ અક્ષરોમાં ફોર્મ અભણ ખાતેદારો ભરી શકે છે ખરાં શું? એસ.બી.આઇ.ના ખાતેદારોને હેરાન કરવાની નીતિ તો નથી. આજ હેરાનગતિના કારણે એસ.બી.આઈ.માં ખાતા ખોલવા માટે જનતા રાજી નથી. આવા ખાતેદારોને હેરાન કરનારા પદના કર્મીને બદલી કરવાની માંગ ઉઠવા પામી છે. બેંકનો શાખામાં આવતા ગ્રાહકોને ધરમના ધકકા સાથે પોતાની ફરજમાં આવતો કાર્ય ફોર્મ ભરવાનુંં ના કહેવામાં આવે તેવું ભરતીય સ્ટેટ બેંકના રીજીનીયોલ મેનેજર આવા પોતાની ફરજમાં ચૂક કરતા કર્મીને કારણ દર્શક નોટીસ આપે તેવી આમ જનતાની લાગણી અને માંગણી ઉઠવા પામી છે.