દે.બારીયા,ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિભાગના પરીપત્ર મુજબ દર વર્ષે રાબેતા મુજબ સવારની પાળીમાં થઈ જતી હતી. આ વર્ષે કયા કારણે સવારની પાળીમાંં સમયમાં વિલંબ થઈ રહ્યો છે. પવિત્ર શ્રાવણ માસના દર સોમવારે અને રમઝાન માસમાં સવારની પાળીમાં સમયનો ફેરફાર થતો આવ્યો છે. મળતા સુત્રો અનુસાર 2023-24ની રજાઓની યાદીમાં ન દર્શાવવામાં આવતાં હાલમાં પવિત્ર રમઝા માસના ત્રીજો દિવસ થવા આવ્યો તેમ છતાં લધુમતી તેમજ ઉર્દુ શાળાઓ સવારની પાળીના સમયમાં ફેરફાર થતો ના હોય જેથી એસ.એમ.સી.કાપડી શાળા તેમજ ઉર્દુ પ્રા.શાળાના વાલીઓ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બારીયા તથા દે.બારીયાના તાલુકા શિક્ષણના ભરવાડને આ બાબતેની રજુઆત માટે જઈ રહ્યા છે. તેવા અહેવાલ મળી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લધુમતી વિસ્તારમાં 75 થી 80 ટકા લધુમતી જાતીના બાળકો જે તે પ્રાથમિક શાળામાં શિક્ષણ લેતા હોય તેમ ઉર્દુ પ્રાથમિક શાળામાં તો 100 ટકા વિદ્યાર્થીઓ શિક્ષણ લેતા હોય છે. પરંપરા અનુસાર આ શાળાનું સવારની પાળીમાં સમયમાં ફેરફાર થયો નથી શા કારણે લધુમતી વિસ્તારના વિદ્યાર્થીઓને ઉપવાસમાં ખલેલ પાડી રહ્યા છે. જેથી લાગતા વળગતા પદના અધિકારીઓ પવિત્ર રમઝાન માસને ધ્યાને રાખી વહેલી તકે આ શાળાઓનુંં સમય સવારની પાળીમાં કરવાના આદેશ જારી કરે તેવી વાલીઓની માંગ ઉઠવા પામી છે.