દે.બારીયા શહેરની જી સ્કુલના વિદ્યાર્થીની ફીની માંગણી સાથે પરીક્ષાના પેપર આપવાની આનાકાની કરી હતી

દે.બારીયા, દે.બારીયા શહેરમાં જી સ્કુલ વર્ષોથી નોન ગ્રાન્ટેડની ચાલુ છે. આ શાળાનુંં શિક્ષણ દે.બારીયા શહેરમાં વખણાય રહ્યું છે. પરંતુ તેના વખણાયેલા શિક્ષણ ઉપર એક કલંક લાગી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીયા શહેરની જી સ્કુલમાં એક વિદ્યાર્થી અભ્યાસ માટે પ્રથમ સત્રથી એડમીશન કરાયો હતો નામે મેહરાબખાન મોહસીનખાન પઠાણને હાલમાં લેવાતી ટ્રાયલ પરીક્ષાના માટે પેપર આપવા માટે આનાકાની કરતા તેના પેરેન્ટસ જી સ્કુલમાં દોડી ગયા હતા. તેમણે જી શાળાના પ્રિન્સીપાલ ઈલા મેડમને રજુઆત કરી કે અમે બાકી બોલતી ફીની રકમ ભરપાઈ કરી દઈશુંં. તેમ છતાં જી સ્કુલના ઈલા મેડમ બેના એકના થયા અગાઉ 13,000/- તેમજ 3,000/- ફી પેટની રકમ ભરી હોવા છતાં તા.29/02/2024 બુધવારના રોજ શાળાના પ્રિન્સીપાલના દ્વારા પરીક્ષા માટેના પેપર ન આપી પરીક્ષામાં વંચિત રાખવાનું દુસાહસ કરાયો હતો. તેની અસર તમામ વિદ્યાર્થીઓ ઉપર માનસીક અસર વર્તાઇ હશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાતના શિક્ષણ વિભાગના દ્વારા 1 થી 10માં અભ્યાસ કરતાં -બાળકોને ભાર વિનાનુંં ભણતર આપવા માટેની શાળાઓને સુચનાઓ હોવા છતાં જી શાળાના મેડમ તો પેરેન્ટસને કહેતા હતા કે તમારે જ્યાં પણ રજુઆત કરવી હોય તો કરો પણ અમને ફી ચુકવો તમામ કલાસના બાળકોની વચ્ચે ફી માટેની પઠાણી ઉધરાણી કરે જે તે વિદ્યાર્થીને પરીક્ષાથી વંચિત રાખી આખા વર્ષ બેકાર કરવા માટે કયા શિક્ષણ વિભાગના નિયમો આવ્યું છે.