દે.બારીયા શહેરના સુન્ની મુસ્લીમોનો પવિત્ર રમઝાન માસ આખરી અરસામાં એટલે અલવિદા જુમ્મામાં સામેલ

દે.બારીયા,પવિત્ર રમઝાન માસ શરૂ થતાં મસ્જીદોમાં નમાઝ પઢનારાની સંખ્યા વધી જાય છે. રાત્રી બજારો રોનકમાં જેવાં કે, ખાણીપીણીની લારીઓ તથા સ્ટોલો મોડી રાત સુધી ચહેલ પહેલમાં વધારો જોવા મળે છે. ઈસ્લામી તીથીનો 9મો મહિનાનું નામ રમઝાન છે. પવિત્ર રમઝાન માસ શરૂ થતા આસમાનના દરવાજા ખોલી દેવામાં આવે છે. તેમજ જન્નતના દરવાજા પણ ખોલી દેવામાં આવે છે. તેમજ જહન્નમ (નર્ક)ના દરવાજા બંધ કરી દેવાતા હોય છે. જેથી સુન્ની મુસ્લીમોમાં પવિત્ર રમઝાનમાંનો ખુબ એહતરામ કરાતો હોય છે.

મળતી માહિતી અનુસાર પવિત્ર રમઝાન માસમાં એક નેકી (પુણ્ય)નું કાર્ય કરવાથી (70) નેકીઓ પ્રાપ્ત થાય છે. જેથી મુસ્લીમો પવિત્ર રમઝાન માસમાં શોખની સાથે નાના મોટા નવજવાનો, મહિલાઓ નમાઝોની પાંબદી પુરતા હોય છે. તેમજ રાત્રીની ઈશાની નમાઝ સાથે 20 રકાઅત તરાવીહની નમાઝ પાઠવામાં આવતી હોય છે. રમઝાન માસના ત્રણ હિસ્સા હોય છે. પહેલો હિસ્સો પ્રથમ દિવસ રહમતનો, બીજો હિસ્સો મગફેરતનો, ત્રીજો હિસ્સો નજાત પામવાનો એટલે કે દોઝખ થી નજાત મેળવવાનો આખરી 10 દિવસમાં સબે કટ્ટ આવે છે. 21, 23, 25, 27, 29 આ રાત્રીમાં સબે કટ્ટ એટલે નજાતવાળી રાત્રી હોય છે. આ નજા પામવાવાળી રાત્રી એક હજાર રાત્રીની ઈબાદતનો સવાલ પ્રાપ્ત થાય છે. આ પવિત્ર માસના છેલ્લા એટલે ચોથા શુક્રવાર આવે છે. તેને અલવિદા જુમ્મા કહેવામાં આવતો હોય છે. જેમાં ઈમામ અલવિદા ખુત્બો પડે છે. જ્યારે નાતખ્વાજુનાબ મુખ્તીયાર બેગ મિર્ઝા અલવિદા પઢતા હોય છે. જેમાં અશ્રુભીની આંસુએ અલવિદાનો ખુદખુદાયી ક્ષણ હોય છે.

જયારે તમામ નગરો શહેરો સુન્ની મસ્જીદોમાં ઈમામો ભારત દેશની તરકકી માટે દુઆ કરતા હોય છે. તમામ દેશવાસીઓ માટે ખુબ ખુબ દુઆ સુખ અને ચેનની કરવામાં આવતી હોય છે.