દે.બારીયા, દે.બારીયા શહેરમાં મધ્ય ગુજરાત વિજ કંપનીના દ્વારા વિજ પુરવઠો પુરો પાડવામાં આવે છે. હાલમાં વિજ રેટમાં જંત્રી વધારો પણ કરાયો છે, પરંતુ તે પ્રમાણે વિજ વિભાગના દ્વારા ગ્રાહકોને જેટલી સુવિધા આપવાની હોય તે મુજબની સુવિધા કેમ આપવામાં આવતી નથી. તે યક્ષ પ્રશ્ર્ન છે. છેલ્લા દોઢ બે માસથી કસ્બા વિસ્તારના જાની ફળીયા, ગલાલીયા કુવા પાસે, પારેખ શેરીમાં આ થ્રી ફેસની વિજ લાઈન પસાર થાય છે. ત્યાંના ધરોમાં ધોળા દિવસે પંખા, કુલર ચાલતા નથી તો રાત્રીમાં કેવો હાલ હશે તે વિચારવા લાયક બાબત છે.
પ્રાપ્ત માહિતી મુજબ દે.બારીયા શહેરના કસ્બા, પારેખ શેરી, ગલાલીયા કુવા થઈ જાની ફળીયાના વિસ્તારમાં ધરોમાં આ થ્રી ફેસ લાઈનમાં પણ પંખા, કુલર ઉપડતા નથી. લો વોલ્ટેજની સમસ્યા હલ કરવા પ્રયત્નો થશે ? ડીપીમાં કોઈ ફોલ્ટ હોય તો તેને નવી બદલવાની પણ માંગ ઉઠવા પામી છે. જેથી વિજ વિભાગના કાર્યપાલક ઈજનેરને લો વોલ્ટેજની ગંભીર સમસ્યાનો હલ કરવા માટે કેટલો સમય લાગશે તે તો આવનારો સમય બતાવશે.