દે.બારીયા શહેરના કસ્બા વિસ્તારમાં ત્રણ દિવસથી મેન્ટનન્સના નામે વીજ પુરવઠો બંધ કરવામાં આવે છે

એમ.જી.વી.સી.એલ. સફાળે જાગી હોય તેવું લાગી રહ્યું છે. જે પ્રિમોન્સુનની કામગીરી 15 જુન સુધી પુરી થઈ જવી જોઈએ તે કામગીરી હજુ સુધી કેમ પૂર્ણ થઈ શકી નથી. તે મોટો સવાલ છે. પ્રિમોન્સુનની મેન્ટનન્સનું કાર્ય પૂર્ણ કરવામાં હજુ પણ ધાંધીયા ચાલે છે. સતત ત્રણ દિવસથી અને ધોષીત રીતે વીજ પુરવઠો બંંધ રાખીને ત્રણ સો- ચાર સો ધરોની આમ જનતાનને બાનમાં લેવામાંં આવી રહ્યા છે. 41 ડીગ્રીની કાળઝાળ ગરમીમાં મનફાવે ત્યારે વીજ પુરવઠો બંધ કરવો કેટલું નિયમના વિરૂધ્ધ છે. દે.બારીયાના કાર્યપાલક ઈજનેર આખા વર્ષ શુંં કરતા હતા અને હવે માથે ચોમાસું આવ્યું ત્યાર જાગીયા જેવા પણ વીજ પુરવઠો વધારે સમય માટે બંધ રાખવો હોય તો એક દિવસ પહેલા તે અંગેની જાહેર સુચનાની અમલવારી કરવી જોઇએ એ પરંતુ અહીંં તો તમામ નિયમો નેવે મુકી માનવતા ગ્રાહકોને હેરાન કરવા કેટલા વ્યાજવી છે ? આવું અન આવડત તેમજ અંધેર વહિવટ કયાં સુધી ચલાવાશે તે આમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે. વીજ લાઈનમાં મેન્ટનન્સ કાર્ય કરવું જોઇએ એ પણ આમ જનતાની હાલાકી ના થાય તે ધ્યાને લઈને કાર્ય થાય તો અત્યંત આવશ્યકતા ઉપર ભાર મુકવો રહ્યો ઈજનેરને આ વાતનો થોડો ખ્યાલ રાખવો.