દે.બારીયા, દે.બારીયા નગર પાલિકા પુરવઠા વિભાગે પીવાના પાણીની પાઈપ લાઈન બિછાવી હતી. તેથી જુની પોલીસ લાઈન થી હોળી ચકલા, કસ્બા, જાની ફળીયા, ગાયત્રી મંદિર, રામજી મંદિર સુધીનો મેન રોડ બિસ્માર થઈ જવા પામ્યો છે. તેના મુખ્ય બે કારણો છે. પાણીની પાઈપનું કાર્ય અને બીજું ગેસ પાઈપ લાઈન નાખવાના કારણે આ રોડ બિસ્માર થવા પામ્યું છે. બન્ને કોન્ટ્રાકટરોએ સમારકાર્ય કર્યું નથી. તો પણ પાલિકા તંત્રએ કામ કરનારા કોન્ટ્રાકટરોને નોટીસ કેમ આપી નથી. તે મોટો સવાલ છે શું ? કોન્ટ્રાકટરો પાસેથી આ સમારકાર્ય કરવા માટેના નાણાં લઈ લીધા છે કે પછી વ્યવહાર થઇ ગયો છે ? તેવું આમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે.
જુના પોલીસ સ્ટેશનને અડીને મોટી ગટર ખુલ્લી હોવાથી પાસે પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે આવતા બાળકો માંથી ખુલ્લી ગટરમાં ખાબકશે અને દુર્ધટના થવાની સંભાવના રહેલી છે. તેમજ આ ગટરની આજુબાજુ ઝાડી ઝાંખરા ઉગી નિકળયા હોવાથી રોડની બિલકુલ સાઈડ ગટર દેખાતી નથી. જેથી સ્વચ્છ ભારત મીશન અંર્તગત ઝાડી-ઝાંખરા, ગંદાપાણીની કાંસોની સાફસફાઈ હાથ ધરવામાં આવે તેવી માંગ છે.
આ વિસ્તાર માજી ઉપપ્રમુખનો મત વિસ્તારમાં આવતો હોય તો પણ વિકાસન કાર્યો થયા નથી ? કે પછી જાણી સમજીને વિકાસના કાર્યોથી વંચિત રહ્યા છે. તે યક્ષ પ્રશ્ર્ન છે. જેથી હાલનુંં પાલિકાનું વહિવટી વહિવટી અધિકારીઓના હસ્તક છે. નગર પાલિકાની ચુંટણી આવતા વાર લાગશે, ત્યાં સુધી આ રોડનુંં સમારકાર્ય સાથે રોડની બાજુમાં ઝાડી-ઝાંખરામાં મોટી ગટરનુંં કાર્ય હાથ ધરવામાં આવે તેવી આ વિસ્તારની આમ પ્રજાની માંગ ઉઠવા પામી છે. જો આ વિસ્તારના વિકાસના કાર્યો અથવા પ્રાથમિક જરૂરીયાતના જેવાં કે, ગટર- સ્વચ્છતા- રોડના જેવા કાર્યો નહિ કરાય તો નગર પાલિકાની આવતી સંભવત ચુંટણીનો બહિષ્કાર કરવામાં આવે તો નવાઈ નહિં.