દે.બારીયા શહેર એમ.જી.વી.સી.એલ.ના દ્વારા પ્રિમોન્સુનની કામગીરીના નામે આખા શહેરને બાનમાંં લેવામાં આવે છે ???

દે.બારીયા, દે.બારીયાની એમ.જી.વી.સી.એલ.ના કાર્યપાલક ઈજનેરના અંધેર વહિવટના કારણે આખા શહેરમાં સતત ત્રણ મંગળવારથી વીજ પ્રવાહ બંધ રખાતા લોકો હાય તોબા પોકારી ઉઠયા છે. આગ ઓગળતી 41 ડીગ્રીની ગરમીમાંં સવારે 7-00 કલાકે થી બપોરે 2-00 વાગ્યા સુધી શહેરની આમ જનતાને બાનમાં રાખવા પાછળનું કારણ શું ? તે યક્ષ પ્રશ્ર્ન છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીયા શહેરમાં છેલ્લા ત્રણ મંંગળવારથી મોન્સુન પહેલાનું મેન્ટનન્સ કાર્ય હાથ ધરાતું હોય છે. આખા શહેરના લોકોને કાર્ય કરવામાં આવે તેજ વિસ્તારનું વિજ પ્રવાહ બંધ રાખવામાં આવે તેવી આમ જનતાની માંગ ઉઠવા પામી છે. ગમે તેટલું મેન્ટનન્સ કાર્ય કરવામાં આવે તો પણ ચોમાસામાં તો લાઈટો એક વરસાદી ઝાપટામાં વિજ પ્રવાહ બંધ થઈ જાય છે. મોન્સુન પહેલાનું મેન્ટનન્સનું શું ? ત્રણ મંગળવારના આગલા દિવસે વિજ પ્રવાહ બંધ રખાશે જેમાં કયા કયા વિસ્તારોમાં મેન્ટનન્સના કાર્ય હાથ ધરાશે તે સ્પષ્ટ વિસ્તારોના નામો અને લોકેશન વોટસએપમાં કેમ દર્શાવવામાં આવતા નથી. તે મોટો સવાલ છે. પૂર્વ વિસ્તારમાં મેન્ટેનન્સનુંં કાર્ય કરવાનું હોય તો બીજા વિસ્તારના શહેરીજનોને હાલાકી શા માટે ? ગુજરાતમાં મોંધામાં મોંંધી વીજ આમ જનતા ખરીદે છે. તો તેમને સુવિધા સાથે સર્વિસ કેમ નહિ તે શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યું છે. મોન્સુન પહેલા તમામ ધંધા રોજગાર ચરમસીમાએ હોય છે. આવા સમયે સતત ત્રણ મંગળવારે વીજ પ્રવાહ બંધ કરી દેવામાં આવતો હોય તો લોકો કમાવવાનો સમય વિતી જશે. જેથી જે વિસ્તારોનું મેન્ટનન્સ કાર્ય કરવાનું હોય તેજ વિસ્તારનુંં વિજ પ્રવાહ બંધ રાખવામાં કોઈને વાંધો આવતો નથી. તેમજ નવા ઠાકોરવાડા, પારેખ શેરી, જાની ફળીયા વિસ્તારોમાં છેલ્લા બે માસથી લો વોલ્ટેજની સમસ્યાનું કોઈ જ નિરાકરણ લાવવામાંં આવતું નથી. કેમ તે નાયબ કાર્યપાલક ઈજનેર બહાના બનાવી આમ જનતાને હાથ તાળી આપી હાથમાં દિલ્લી દેખાડી રહ્યા છે. નાચવું હોય તો આંગણુ ટેડુ લાગે છે. તેવું લાગી રહ્યું છે.