દે.બારીયા શહેર માંથી પસાર થતો માર્ગ એન્ડ મકાન વિભાગનો મુખ્ય માર્ગ ઉપર ખાડાઓનું પુરણનું કાર્ય અધુરું કેમ ???

દે.બારીયા, દે.બારીયા શહેર માંથી પસાર થતો મુખ્ય ઘોરી માર્ગ જે પાવાગઢના દર્શનાર્થી માટે શોર્ટ અને સ્વીટ રોડમાંં ગણના થાય છે. બાંસવાડા, રાજસ્થાન તથા ઉદેપુર, ઈન્દોર, ધાર, રાજગઢ, ઉજજૈન ધાર, પીટોલ તરફથી આવતાંં પાવાગઢના દર્શનાર્થી આ રોડનો ઉ5યોગ કરે છે. આ રોડને બને સાત વર્ષ થઈ ગયા છે. તેના નવિન બનાવવો જોઈએ પણ હાલ શ્રાવણ જેવો પવિત્ર માસ આવતો હોવાથી આ રોડના ખાડાઓનુંં પુરણ તો વ્યવસ્થિત કરવામાં આવશે ખરો.. ? આ રોડના ખાડાઓનુંં પુરણ કરવા માટે કાર્ય તો હાથ ધરાયું પણ અડધા અધુરા ખાડાઓનું પુરણ હજુ પણ બાકી બોલે છે. ખાલી લીપાપોથી કરીને અધુરુુંં સમારકાર્ય કાગળો ઉપર બતાવીને બીલો બની ગયા છે ? તે યક્ષ પ્રશ્ર્ન છે.

માર્ગ એન્ડ મકાન વિભાગના કાર્યપાલન ઈન્જીનિયર લીમખેડા સ્થિત કચેરીનું ચેમ્બર છોડીને બારીયા તરફ આપવાની તસ્થી કયારે લેશે. જ્યારે મુલાકાત લે શે ત્યારે પહેલા મોન્સુનના કારણે સંચા ગલી થી ઐતહાસિક ભે દરવાજા સુધીમાં કેટલા ખાડાઓનુંં પુરણ થયું છે. ત્યારે અહીંની ખરી પરિસ્થિતીથી વાકેફ થવાશે. જેથી બાકી રહી ગયેલા ખાડાઓનુંં વહેલી તકે પુરણ કાર્ય હાથ ધરાય તેવી વાહન ચાલકો તેમજ પાવાગઢના દર્શન અર્થે જતા ધર્મ પ્રેમીઓની બુલંદ માંંગ ઉઠવા પામી છે.