
દે.બારીયા શહેરમાંંથી પસાર થતો નેશનલ હાઈવે રોડ જે 10 વર્ષ અગાઉ બનાવ્યો હતો. એના બાદ કાગળો ઉપર બની ગયો હોય તો નવાઈ નહિ સદર રોડ પાવાગઢના યાત્રાળુઓ આ માર્ગ ઉપરથી અવરજવર કરતા હોય છે. ભારે ટ્રાફિકના કારણે રોડ બિસ્માર સાથે મસમોટા ખાડા પડી ગયા છે. જેના કારણે યાત્રાળુઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સંચાગલી નાકા પાસેથી ભે દરવાજા બહાર સુધી મસમોટા ખાડાઓ પડી ગયા છે. આ રોડના ખાડામાં છકડા ખાડામાં ફસાઈ જાય છે. જેથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. સામે શ્રાવણ જેવો પવિત્ર માસનુંં આગમન સાથે માંઈ ભકતો આ રોડ ઉપરથી રથ લઈને કેવી રીતે પસાર થશે તે મોટો ગંભીર સવાલ ઉપસ્થિત થયો છે. જે આ રોડ ઉપરને વહેલી તકે એપ્રોચ રોડમાંં રૂપાંતર સાથે રીપેરીંગ તો કરાવવાની તજવીજ હાથ ધરશે ખરાં ? પાવાગઢના યાત્રાળુઓ માંગ કરતા થાકી ગયા છે. શું કંટ્રોલ થઈ ગયો છે ? 10 વર્ષના સમયમાં ત્રણ વખત નવિન રોડ બનાવવા માટે ગ્રાન્ટ આવી હોય છે. સંંવેદન અને ગતિશીલ સરકાર હોવાનો બિરૂદને હાલના ભ્રષ્ટ સરકારી બાબુઓ અને ખાદીધારીઓ કલંક લગાવીને જંપશે. તેવું ધર્મ પ્રેમી આમ જનતા તેમજ અવરજવર કરતી આમ પબ્લીકમાં ચર્ચાઈ રહ્યું છે.