દે.બારીયા, દે.બારીયા શહેર અને આસપાસના ગામડામાં તા.23/05/2023ના મંગળવારના રોજ સવારે 6-00 કલાકેથી વિજ પુરવઠો બંધ કરાતા સવારથી આમ જનતા મીઠી નિંદ્રા માંથી જાગી ગયા હતા અને હેરાન પરેશાન જોવા મળ્યા હતા.
મળતા સુત્રો અનુસાર એમ.જી.વી.સી.એલ. કંપનીના દ્વારા આમ તો દર મંગળવારે અલગ અલગ વિસ્તારોમા મેન્ટનન્સનુંં કાર્ય હાથ ધરાય છે પણ આખા શહેરનું વિજ પુરવઠો બંધ કરાતો ન હતો. જે વિસ્તારનું મેન્ટનન્સનું કાર્ય કરાતુંં હોય તે વિસ્તારમાંની વિજ પુરવઠો બંધ કરાતો હોય છે. આ મંગળવારે તો આખા શહેરનો વિજ પુરવઠો બંધ કરાતા લોકો હેરાન પરેશાન થયા હતા. કાર્યપાલક ઈજનેરને અનુરોધ છે. જે તે વિસ્તારમાંનું મેન્ટનન્સ કાર્ય હાથ ધરાય તેજ વિસ્તારનું વિજ પુરવઠો બંધ કરવામાં આવે તો સરકારી કાર્યો તેમજ વેપારી ભાઈઓ સાથે સાથે આમ જનતા પરેશાનીમાં ના મુકાય તેવી તજવીજ હાથ ધરાય પહેલા તો દર મંંગળવારે અલગ અલગ વિસ્તારો જે નકકી કરેલા વિસ્તારો જેમાં મેન્ટનન્સ કાર્ય કરવાનો છે. તે જ વિસ્તારોનુંં વિજ પુરવઠો બંધ રખાતો હતો. જેથી લોકોને કાળઝાળ ગરમીમાં રાહત મળે તે મુજબ મોન્સુન પહેલાનું મેન્ટનન્સનું કાર્ય કરાય તેમાં કોઈ વાંધો નથી પરંતુ આખા શહેરના નાગરિકોને બાનમાં લેવા તે કેટલું વ્યાજબી છે.