દે.બારીયા, દે.બારીયા શહેરમાંં પાણીની ટાંકીની મોટી પાઈપ લાઈન તથા જાની ફળીયા વિસ્તારમાં નવિન પાણીની પાઈપ લાઈન બિછાવી હતી. ત્યારબાદ ધરેલું ગેસની એજન્સીના દ્વારા ગેસ કનેકશનના જોડાણ આપવા માટે મોટા ખાડા ખોદી નાખતા એજન્સીઓના દ્વારા તુટેલા રોડનું સમારકાર્ય કરતાં નથી કે પછી તેના કાર્ય કરવા માટેના નાણાં નગર પાલિકાને આપવામાંં આવ્યા હોય તો તેઆ મસમોટા ખાડાઓનુંં સમારકાર્ય તથા તુટેલા રોડનુંં સમારકાર્ય કયારે હાથ ધરશે પણ ખરી.
આજથી નવરાત્રીના ગરબા શરૂ થઈ રહ્યા છે. તેવા સમયે ખેલૈયાઓને અવરજવર કરવા માટે મુશ્કેલી ના પડે તેવા પ્રયત્નો કરાશે ખરાં ? દે.બારીયા નગર પાલિકાની સામે મોટી પાણીની નવિન ટાંકી ઉભી કરાતા તેમાં પાણીનો પુરવઠો ભરવા માટે મોટી પાણીની પાઈપ વોર્ટસ વર્કસથી લઈને મેન રોડ જે આર.સી.સી.નો માર્ગ અને મકાન વિભાગ અને નગર પાલિકાના સંયુકતમાં બનાવેલો છે. તેમાં ખોદકાર્ય કર્યું હતું. તેનું પણ પુરણ સરખું ન કરતાં ફરી ખાડા પડી ગયા છે. ત્યારબાદ ચોમાસાના અંતિમ રાઉન્ડમાંં વરસાદે રહી સહી પુરી કરીને રોડનું ધોવાણ થઈ ચુકયું છે. હોળી ચકલા થી કસ્બા તથા જાની ફળીયા સુધીનો રોડ બિસ્માર થઇ ગયો હોય તેમજ જુના મહેલ પાસેનો રોડ બિસ્માર છે. તેવું સમારકાર્ય કયારે કરાશે. નવ નોરતાના દસમો દશેરો તેના વીસ દિવસ બાદ દિવાળી મુખ્ય તહેવાર આવતા પહેલા દે.બારીયા નગર પાલિકાનુંં વહીવટી તંત્ર આળશને ખખરશે ? તે આવનારો સમય બતાવશે.