દે.બારીયા, દે.બારીયા શહેરના ભે દરવાજા વિસ્તારના દરગાહ સામેના ધરોમાં પીવાના પાણીની કૃત્રિમ તંગી પેદા કરવામાં મુખ્ય કારણ શું છે ? તેની સ્થળ તપાસ કરીને પાણી પુરવઠા શાખાના પદના અધિકારીઓ કારમાં ઉનાળામં પીવાના પાણીની સમસ્યા હલ કરવાની માંગ ઉઠવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીયા શહેરના ભે દરવાજા રોડ દરગાહ સામેના 20 થી 30 ધરોમાં છેલ્લા બે માસથી પીવાના પાણી લો પ્રેશર થી આપવામાં આવતાં આ વિસ્તારના ધરોમાં પીવાનું પાણી પહોંચતું નથી. વપરાશ માટે પુરતુંં પાણી મેળવવા પામતુંં નથી. તેનુંં મુખ્ય કારણ આ મુજબ છે. આ વિસ્તારની સામે બીજા વિસ્તારમાં પાણી આપવા માટે પાણીના વાલ્વ ખોલી દેવાતા આ વિસ્તારમાં પાણી પ્રેશરથી મળતું નથી. જો આ વિસ્તારમાં અલાયદો પાણીનો વાલ્વ ખોલવામાં આવે તો પાણીનું પુરતું પ્રેશર મળી રહે તેમ છે. જેથી પાણી પુરવઠા શાખાના પદનાઓ વાલ્વ મેનોને એક વિસ્તારમાંં પાણી પુરવઠાને સપ્લાય કરવા માટે એક વિસ્તારનું વાલ્વ ખોલવા માટે સુચનો કરે તો આ વિસ્તારની કૃત્રિમ પાણીની અછત દુર થઈ શકે છે. હાલમાં વાલ્વ મેનો પોતાનું સમય બચાવવા ખાતર બે-બે વિસ્તારોનું પાણીના વાલ્વ ખોલતા હોવાના કારણે આ વિસ્તારના ધરોમાં પાણી પ્રેશરથી પાણી પુરવઠા મળતો નથી. જેથી એક વિસ્તાર પુરતો પાણીનો વાલ્વ એક કલાકના સમય પુરતો ખોલવામાં આવશે તો આ વિસ્તારના ધરોમાં પ્રેશરથી પાણી મળે તેવી તજવીજ હાથ ધરવામાં આવે તેવી આમ જનતાની માંગ ઉઠવા પામી છે.