દે.બારીયા, દે.બારીયા શહેરની એમ.જી.વી.સી.એલ.ના દ્વારા તા.23/01/2024ના મંગળવારે વહેલી સવારથી આ લેખ લખાય રહયો છે. 4.30 કલાકનો સમય સુધી વીજ પ્રવાહ બંધ છે. જેથી વેપારી વર્ગ ખાસ કરીને અનાજ દળવાની ધંટી તથા વોટર્સ સપ્લાર્યસ તેમજ ડોળી પીલવાના ધાણીના વેપારીઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીયા શહેરમાં દર મંગળવારે જે તે વિસ્તારના મેન્ટનન્સ કાર્ય કરવાનું હોય તે જ વિસ્તારનું વીજ પુરવઠો બંધ રખાતો હતો. પરંતુ જ્યારથી નવા કાર્યપાલક ઈજનેરને હાજર થયા છે. ત્યારબાદ થી આખા શહેરને બનામાં રખાય રહ્યો છે. અગાઉના કાર્યપાલક ઈજનેર ભુરીયા જે પ્રમાણે જે તે વિસ્તારમાં મેન્ટનન્સ કાર્ય કરવાની ફરજ પડતી હતી. તેજ વિસ્તારનો પુરવઠો બંધ રાખી મેન્ટનન્સ કાર્ય પુર્ણ કરાતું હતું. તે મુજબ હાલના ઈજનેરને કોણ સમજબુજ આપશે ? તે વેધક સવાલ છે. જે પ્રમાણે અગાઉના કાર્યપાલક ઈજનેર ભુરીયા ઓછામાં ઓછા વિસ્તારનુંં પ્રવાહ બંધ રાખ્યા વગર મેન્ટનન્સ કાર્ય કરી બતાવતા હતા હોય તો હાલના કેમ નહી જેથી આ બાબતે સ્થાનિક વિભાગના કાર્યપાલક ઈજનેર ઉચ્ચપદના ઈજનેરને સલાહ સુચન આપવામાં આવે તેવી એમ.જી.વી.સી.એલ.ના માનવતા ગ્રાહકોની માંંગણી છે.
જે તે મેન્ટેનન્સ કાર્ય કરવાના વિસ્તારનું વીજ પ્રવાહ બંધ રખાય તો તે જ વિસ્તારના રહિશોને અસર રહેશે. અન્ય વિસ્તારમાંંના રહિશો અને વેપારીઓને વીજ પ્રવાહ બંધ રહેવાથી ઓછામાં ઓછી વેપાર ધંધામાં અસર રહેશે તેવી તજવીજ હાથ ધરવામાં આવશે ખરી ? જેથી બાવાના બેઉના બગડે કાર્યનુંં કાર્ય થઈ જશે અને મેન્ટેનન્સ વિસ્તારનું કાર્ય પણ થવા પામશે. અખા શહેરના એમ.જી.વી.સી.એલ.ના માનવતા ગ્રાહકોને બેસી રહેવાનો વારો ના આવે તેવા પ્રયત્નો કરવામાં આવશે ખરાં ?