દે.બારીયા શહેરમાં મધ્ય ગુજરાત વીજ કંપનીનો પ્રિમોન્સુનની પોલ ખુલી પડી : કસ્બામાં લો વોલ્ટેજની સમસ્યા ઉભી કરી

દે.બારીયા, દે.બારીયા વીજ કંપનીનો પ્રિ-મોન્સુનની કામગીરીની પોલ ખુલ્લી પડી જવા પામી છે. દે.બારીયામાં સતત બે માસ મોન્સુન પહેલા પ્રિ-મોન્સુનની કામગીરી દર મંગળવારે હાથ ધરાતી હતી. જેમાં તમામ મેન્ટનન્સનુંં કાર્ય હાથ ધરાવામાં આવતો હતો. તો પણ ચોમાસામાં પણ ગરમીનો પ્રક્રોપ યથાવત છે. ગ્રાહકોને ગરમીમાં સેકાવાનો વારો આવ્યો હતો. એ પણ ત્રણ કલાક સુધી તમામ ગ્રાહકો પાસેથી લેવામાં આવે છે. જેમાં મીટર ચાર્જ, સઈન ફયુલ ચાર્જ સામેલ છે. એજ હાલના મહિનાઓમાં યુનિટના રેટમાં ધરખમ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. તેમ છતાં વીજ કં5નીના દ્વારા જે મુજબની સર્વિસ આપવી જોઈએ. તેવી સર્વિસ ગ્રાહકોને મળતી નથી. દિલ્હી તેમજ પંજાબ જેવા રાજ્યોમાં વિજ બીલ ઝીરો આવે છે અને આપણા ગુજરાતમાં યુનિટના દરમાં વધારો કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીયામાં શહેરમાં નવા ઠાકોરવાડા, પારેખ શેરી તેમજ કસ્બામાં તા.20/07/2023ને ગુરૂવારના રોજ સાંજે પાંચ વાગ્યાથી આઠ કલાક સુધી વીજ પ્રવાહ બંધ રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. જેમાં એક કલાક લો વોલ્ટેજ હતો ફરી આ વિસ્તારોમાં લો વોલ્ટેજ એક જમ્પર ફેલ થતા લો વોલ્ટેજ થવા પામ્યો હતો. જેને ફરી વીજ પ્રવાહ બહાલ કરવા માટે ત્રણ કલાકનો સમય થયો હતો કે પછી 66 કેવીવાળા જાણી સમજીને આ લો વોલ્ટેજની સમસ્યા ઉભી કરે છે. તે ગ્રાહકોમાં ચર્ચાઈ રહ્યું છે.