દે.બારીયા શહેરમાં મતદાનની ધીમી પ્રક્રિયાથી તેમજ મતદાન મથકમાં મોબાઈલ નહી લઈ જવા દેવાતા મતદારોએ રોષ વ્યકત કર્યો

ગોધરા,

દાહોદ જીલ્લાની 06 વિધાનસભાની કુલ ટકાવારી 55.80 ટકા થઈને વધવા જોઈતી હતી પરંતુ તે થઈ શકયું નથી. તેના મુખ્ય કારણોમાં ખાસ કરીને મતદાન કેન્દ્રો ઉપર મત કરવા માટેની પ્રક્રિયા ધીમીગતિએ ચાલતી હતી. તેમજ ઈવીએમ માં મતનો બટન દબાવ્યા બાદ જે મત પડી ગયું તેની ખાતરીવાળા વી.વી.પેટ મશીનની જે પીપનો આવાજ દોડ થી બે મીનીટનો સમય વિત્યાબાદ સંભળાતો હતો. જેથી એક મતદારને મત કેન્દ્રમાં પ્રવેશયા બાદ 10 થી 15 મીનીટનો સમય લાગતો હોય તો ત્રણ વાગ્યા બાદ દે.બારીયા શહેરની ક્ધયાશાળા મતદાન કેન્દ્ર ઉપર લાંબી કતારો જોવા મળી હતી. જેથી મતદારોએ રોષ વ્યકત કર્યો હતો.

મળતા સૂત્રો અનુસાર મતદાન કેન્દ્રો ઉપર મતદાન કરવાની ધીમી પ્રક્રિયા તેમજ વી.વી.પેટ મશીનમાં ઓ.કે. માટેનું પીપનો સંકેત દોઢ થી બે મીનીટ સંભળાવવામાં હોવાના કારણે મતદાન કેન્દ્રો ઉપર તેમજ મતદાન મથકોમાં મોબાઈલ નહિ લઈ જવા દેવાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. શહેરના પાસેના ગામ ડાંગરીયામાંં પણ 100 થી 150 મતદારોનેુ પોતાના મતનો અધિકારનો ઉપયોગ ના મળતા લોકોને વિલા મોઢે પરત ફર્યા હતા. ચુંટણી પંચ આવી ધીમી પ્રક્રિયા સંંબંધે વિચાર વિમર્શ કરવો રહ્યો.

દે.બારીયા 134 વિધાનસભા સીટમાંં 2.60 હજાર કુલ મત છે. જેમાંંથી 1,93,788 જેવો મતદાન થવા પામ્યો હતો. જેથી 50 ટકાની આસપાસ મતની ટકાવારી નોંધાઈ છે. જો વી.વી.પેટમાં ઓ.કે.થયેલો મતનું સંકેત આપતું પીપનો સીંગ્નલમાં દોઢ થી બે મીનીટનો સમયના લાગતા તો મતદાનમાં હજુપણ વધારો નોંંધાતા તેમાં બે મત નથી. અમુક મતદારોએ લાઈનમાં ઉભા રહેવાનું મુનાસીબ સમજયું નથી. તેથી પોતાના કાર્ય અર્થે મતદાન કરવાનું ટાળ્યું. તેમજ આ ચુંટણીમાં કોઈપણ કેન્દ્ર ઉ5ર ધાંંદલીના સમાચાર નથી મતદાનની પ્રક્રિયાના કર્મીઓ મતદાનની પ્રક્રિયા ઝડપી બનાવે તેવા પ્રયત્નો હાથ ધરવામાંં રહ્યા તેમજ હાલમાં વૃધ્ધો અને અશકતો માટે વ્હીલ ચેરની વ્યવસ્થા અપાઈ તે મુજબ આખા ગુજરાત રાજ્યમાં 10 લાખ જેવા દર્દીઓ સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં એડમીટ હોય છે. જેમના માટે પણ ચુંટણી પંચ પોતાનો મતનો અધિકાર મળે તેના વિશે સોચ વિચાર કરે.