દે.બારીયા શહેરના કસ્બા વિસ્તારના કાદરી ફળીયા, ભે ફળીયા, જુના પોલીસ સ્ટેશન પાછળના વિસ્તારોમાંં તા.30/07/2024ના મંગળવારના રોજ મેલેકરીયા ખાતાના હંગામી કર્મીઓના દ્વારા પીવાના નહિ પરંતુ સાફસફાઈમાં લેવાતા પાણીની ટાંકી દવાનુંં એક ઢાંકણના પ્રમાણ મુજબ દવા નાખવામાં આવી હતી. દર ચોમાસા વરસતા વરસાદે મેલેકરીયા ખાતા દ્વારા અગાઉ જે લીકવીડના સ્વરૂપે પંપ દ્વારા દવાનો સ્પ્રે કરાતો હતો. તે દવા હાલમાં કેમ છંંટકાવ કરાતો નથી. તે યક્ષ પ્રશ્ર્ન છે. તે દવાના છંટકાવથી મચ્છરોના ઉપદ્રવમાં ખાસ્સો ધટાડો નોંધાતો હતો. તે સ્પે્રના સ્વરૂપે લીકવીડ દવાનું છંટકાવ ફરી બહાર થાય તેવી આમ જનતાની માંગ ઉઠવા પામી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, દે.બારીયા નગર પાલિકાના દ્વારા ચાંદીપુરા વાયરસની રોકથામ કરવા માટે પાલિકાના દ્વારા દૈનિક નહિ તો આંતરે દિવસે જંતુનાશક દવાનું છંટકાવ કરવામાં આવે તેવી શહેરીજનોની માંગ ઉઠવા પામી છે. ચાંદીપુરાના કેસો શરૂઆતમાં સામે આવ્યા ત્યારે જંતુનાશક દવાનો છંટકાવ કરાયો હતો. ત્યારબાદ 15 દિવસ થયા જંતુનાશક દવાનો છંટકાવ થયો નથી. સ્વચ્છ અભિયાન અંતર્ગત આવતી ગ્રાન્ટનો સદ્દઉપયોગ આવા સમયે નહિ થાય તો કયારે થશે તેવુંં આમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે.
હાલમાંં આપણી ગરવી ગુજરાતના ઉત્તરના જીલ્લા અને ખાસ કરીને આપણા પાસેના પંંચમહાલ જીલ્લામાં ચાંંદીપુરાના કેસો વધારે સામે આવ્યા હોય તો તે ધ્યાને લઈ પાલિકાઓના દ્વારા સાફ સફાઈ ઉપર વિશેષ ધ્યાન આપવો જોઈએ. ડ્રેનેજની ગટરોના ઢાંંકણો તુટી ગયા છે તે હાઈ વે રોડ ઉપર તે તુટેલા ઢાંકણોને બદલી નવા ઢાંકણો મુકવા તથા જાહેર શૌચાલયો જે હાલમાં તાળાબંદી કરેલા છે. તે શૌચાલયોમાં પાણીની સુવિધા કરી કાર્યરત કરવામાં આવે તેવી આમ જનતાની માંગ છે તથા જાહેર ઉકરડા જે દૈનિક કચરો ઉઠાવ્યા બાદ તે જગ્યા ઉપર જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે મોહલ્લા અને ગલીઓમાં પણ જંતુનાશક દવાનું છંટકાવ કરવાની તાતી જરૂર છે.