દે.બારીયા શહેરમાં ખ્વાજા સાહેબની છઠ્ઠી શરીફની ન્યાઝનું આયોજન કરાયુંં

દે.બારીયા, દે.બારીયાના કસ્બા તથા ભે દરવાજા તથા કાદારી ફળીયા જેવા વિસ્તારોમાં ચિસ્તીયા ફ્રેન્ડ સર્કલના દ્વારા ખ્વાજા ગરીબ નવાઝના ઉર્સના મોકા પર રજજબના છઠ્ઠા ચાંદ તા.18/01/2024 ગુરૂવારના રોજ સુલ્તાનુલ હિંદ અબા સે રસુલ ખ્વાજા મુહયુદ્દીન હશન સંજરીના ઉર્સનું આયોજન થાય છે. જેથી કસ્બા સુન્ની જમાતખાના પાસે ખ્વાજા સાહેબના લંગરના રૂપે નાના ભુલકાઓ માટે મોહંમદ હનીફ (ધામાભાઇ)ના દ્વારા આયોજન કરવામાંં દર માસની છઠ્ઠીએ કરવામાં આવતું હોય છે. આ છઠ્ઠી શરીફે પણ યથાશકિત પ્રમાણે તમામ અકીદતમંંદોએ ઉર્સ ખામીના સમયે ફાતેહા ખાવાની કરી પ્રસાદીરૂપે વહેંચણી કરી હતી. ભે દરવાજા ઉસલ્લાહ બાબાના આસ્તાના પર નૈવમવાનો થકી ખીરની ડેગના રૂપે પ્રસાદીનું આયોજન કરશે. ધૂમધામ સાથે મનાવવામાંં આવી હતી. અત્રે ઉલ્લેખ કરવો કે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના તરફથી ખ્વાજા સાહેબની દરગાહ પર ચાદરની ભેટરૂપે મોકલવામાં આવી હતી. તે ચાદરને સન્માન સાથે વડાપ્રધાનના નામે ખ્વાજા સાહેબના મજાર ઉપર ચડાવી હતી.