દે.બારીયા,પવિત્ર રમઝાન માસ પુરો થતાં સાથે ઈદનો ચાંદ દેખાયો તા.21/04/2023ના શનિવાર નારોજ આપણા ભારત દેશમાં ભિન્ન ભિન્ન જાતિ અને સમુદાયનો દેશ છે. એટલે તો ગંંગા, જમના તેહજીબના લુહામણા નામે પ્રખ્યાત આપણો પ્યારો ભારત વતનના દે.બારીયા શહેરમાં ઈદુલ ફીત્રની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ ઈહનો પર્વ પવિત્ર રમઝાન માસમાં 29 રોઝા (ઉપવાસ) રાખવામાં આવ્યા હતા. ઉપવાસ રાખવા માટે સવારે વહેલી પરોઢે શહેરી ખાવામાં આવતી હોય અને સાંજે 7.00 કલાકે સુધી કંઈ પણ ખાધાપીધા વગર લગભગ 14 કલાકનો સમય પસાર કરવો તેને ઉપવાસ કરવો કહે છે. જે નાના ભુલકાં સહિત સ્ત્રી, પુરૂષ રોઝા રાખતા હોય છે. જે પાંચ વર્ષનું નાનુંં બાળક પહેલો રોઝો રાખે તે દિવસે અનોખું માહોલ જોવા મળે છે. જે નાનું બાળક પ્રથમ રોઝો રાખે તેને તમામ આડોશ પાડોશ તથા સગાવ્હાલાં તેને ઈનામના રૂપે સો-પચ્ચાસ રૂપીયા પહેલો રોઝો રાખનાર બાળકને આપવાનો રિવાઝ છે. તેને પ્રોત્સાહન માટે છે. ઈદની વિશેષ નમાઝ ઈદગાહ તથા મસ્જીદોમાં અદા કરવામાં આવે છે. ઈદની નમાઝનો સમય રઝા મસ્જીદમાં 7-45, મદીના મસ્જીદ ધાનપુર રોડ 7.45 તેમજ સુન્ની જામા મસ્જીદ કસ્બામાં 8.00 કલાક રાખવામાં આવ્યો હતો. તેમાંં તમામ આલમ તથા માથું ઉચકતો કોરોના જેવો જીવલેણ રોગ નાબુદી માટે પણ દુઆ કરવામાં આવી હતી.
યથા શકિત મુજબ નવા કપડાં પહેરી ઈદની મુબારક બાદ એકબીજાને આપતા હોય છે. ઈદના પર્વ પહેલાથી જીલ્લાના તમામ મુખ્ય પોલીસ સ્ટેશનોમાં શાંતિ સમિતિની બેઠકોનો દોર શરૂ કરાયો જોવા મળી રહ્યો હતો. જે દે.બારીયા શહેરમાં દેખવામાં આવ્યો ન હતો. ઈદના દિવસે મુસ્લીમ બહુલ્ય વિસ્તારો તેમાં ખાસ કરીને મસ્જીદો પાસે જડબે સલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો દેખવા મળ્યો હતો. આ વખતે જીલ્લાના પોલીસવડાએ કાયદો વ્યવસ્થામાં કોઈ કમી ના રહે તેનું પુરતું ધ્યાન રાખવા જોવામાં આવ્યું હતું. તે બિરદાવા લાયક છે. જેના કારણે જ વિવિધ સમુદાયના રાષ્ટ્રીય તહેવારો શાંતિ પૂર્વક સાથે ઉજવાઈ રહ્યા છે. તેનો શ્રેય આવા બાહોશ પોલીસ અફસરોના કાર્યશૈલીના ઉમદા તટસ્થતાને સેલ્યુટ છે.