દે.બારીયા શહેરના સુન્ની મુસ્લીમના દ્વારા પવિત્ર રમઝાન શરીફમાંં ત્રીસ રોઝા (ઉપવાસ) રાખવામાં આવતા હોય છે. આ ઉપવાસ 1400 વર્ષથી તમામ સ્ત્ર-પુરૂષ તથા બાલીગ વ્યકિત ઉપર ફરજીયાત હોય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીયા શહેરમાં સુન્ની મુસ્લીમોના દ્વારા તા.11/04/2024 ગુરૂવારના રોજ ઈદુલ ફીત્રની ઉજવણી કરવામાં આવી હતી. ઈદના દિવસે ઈદની વિશેષ નમાઝના સમયમાં સુન્ની જામા મસ્જીદ કસ્બામાં 8-00 કલાકનો તથા રઝા મસ્જીદ, કાપડી કાજી મહોલ્લા તથા મદીના મસ્જીદ, ગરીબ નવાઝ પાર્ક ધાનપુર રોડનો 8-30 કલાકનો સમય રાખવામાં આવ્યો હતો. જેમાં સુન્ની મુસ્લીમો ઉપરોકત તમામ મસ્જીદોના સમય અનુસાર ઈદની વિશેષ નમાઝ અદા કરવા માટે ભેગા થયા હતા. આપણા ભારત દેશની તરકકી માટે મસ્જીદના ઈમામોએ દુઆ કરી હતી. આપણાં પ્યારા વતનમાં અમનો અમન સાથે તમામ દેશવાસીઓ સદ્દભાવના સાથે દેશ ઈકોનોમીમાં વર્લ્ડમાં આગળ વધે અને દીન દુગની રાત ચોગણી દેશ આગળ વધે તેવી દુઆ કરી હતી. મસ્જીદો આગળ પોલીસનો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.