દે.બારીયા,દે.બારીયા શહેરમાં છેલ્લા 15 દિવસ થી ચોરીના બનાવોમાં ધરફોડીયા ચોરો તથા બાઈક ચોકોનો આતંક વધ્યો છે. બે-ત્રણ દિવસ અગાઉ ભે દરવાજામાં એક કરીયાણાની દુકાનમાં પાછળથી તસ્કરો ચોરી કરવાના ઈરાદા થી ગ્રીલના નકુચા તોડીને ધુસ્યા હતા. તે સમયે નાઈટમાં પીવાના પાણીની પાઈપ લાઈન નાખવા માટે જેસીબી દ્વારા ખોદકાર્ય ચાલતુંં હતું. તેનો અવાજ અને ધોંધાટના કારણે આ તસ્કરોએ લાભ લઈને દુકાનના પાછળના ભાગથી પ્રવેશ્યા હતા. મોટું નુકશાન કરી શક્યા નથી. અમુક રોકડ રકમ લઈ ગયાની બુમ ઉઠવા પામી છે. જ્યારે મળતી માહિતી મુજબ દે.બારીયા શહેરમાં બાઈક ચોરોની ટોળકી પણ સક્રિય ગઈ છે. ગત 10-12 દિવસમાં ચોરોના બનાવો બાઈકોની ઉઠાંતરી સતત બે દિવસથી થઈ છે.
આ બનાવો થી દે.બારીયાની બાહોશ પોલીસને ધરફોડીયા અને બાઈક ચોરોનો ખુલ્લો પડકાર જાણે કરી રહ્યા છે. નાઈટ પેટ્રોલીંગમાં કેટલાક પોલીસ સાથે ગ્રામરક્ષક દળના જવાનો હોય છે. તેઓ કયા કયા પોઈન્ટોમાં તહેનાત કરાય છે. શું ? આ બનાવોથી નાઈટ પેટ્રોલીંગનો ફિયાસ્કો નથી. શહેરના ત્રણ મુખ્ય નાકા છે. ત્યાંજ પોઈન્ટો ગોઠવી દેવામાં આવે તો શહેરમાં ચકલું પણ ન આવી શકે રાજમહેલ નાકા ઉપર તો દાહોદ પોલીસના બેરીકેટ પણ હોવા છતાં શહેરમાંથી બાઈક ચોરો બિન્દાસ બાઈકો લઈને ફરાર થઈ જતા હોય છે. શું બેરીકેટ ખાલી દેખાવ પુરતા કોઈ જ હાજર હોતા નથી. હાજર રહે તો કેટલા સમય સુધી રહે છે. સવારના પાંચ વાગ્યા સુધી કે એક વાગ્યામાં તો બોડી બામણીનું ખેતર હોય છે. બાઈક ચોરી કરી ચોરો છોટાઉદેપુર તરફ ગયા હતા. ત્યાં રસ્તા માંથી ચોરી કરાયેલી બાઈક મળી છે. તેવું આમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે. બાઈક ચોરો સાગટાળા પોલીસની હદ તેમજ ફાંગીયા નાકેથી પસાર થયા ત્યાં પણ પોલીસ ઉંધતી રહી તેવા અનેક સવાલોએ જન્મ લીધો છે. આ ધટનાઓથી જીલ્લાના પદના પોલીસ અધિકારીએ બોધ પાઠ લઈ સમીક્ષા કરવી રહી તેવું શહેરની જનતાની માંગ ઉઠવા પામી છે.