દે.બારીયા,સ્વચ્છ ભારત મિશનના અંતર્ગત દે.બારીયા નગર પાલિકાનું વાન દેખ તું.. યહા.. વહા..ના ફેક ગાડી ….વાલા…. આયા…. ધર…..સે… કચરાં…. નિકાલ ગાડીવાલા….. આયા.. ધર સે…. કચરાં નિકાલ કયા…. કરે ભરયા…. આ સોંગ સાથે ડોર ટુ ડોર કચરા કલેકશન માટે આવતા નગર પાલિકાનું નાનુંં વાહન ઉપરોકત સાઉન્ડનું રેકોર્ડીંગ વગાડતા દરેક વિસ્તારોમાં વાજતે ગાજતે કચરાનું કલેકશન કરવામાં આવતું હતું. હાલમાં દે.બારીયા નગર પાલિકા સુપર સીટમાં છેલ્લા એક માંથી ફેરવાતા શહેરની સાફસફાઈ અભરાઈએ મુકી દેવામાં આવી છે. દરેકે દરેક જાહેર ઉકરડા ઉપર કચરાંના ઢગના ઢગ દેખાઈ રહ્યા છે. તેમજ ગટરોની સાફ સફાઈ પણ અઠવાડીયે કરાતી હતી. તે પણ સફાઈ કર્મીઓ છુટા કરી દીધાના બહાના બતાવાઈ રહ્યા છે. સુપર સીટ થાય તો ગ્રાન્ટ ઓછી આવે છે કે કેમ તે સમજાતું નથી. દરેક ક્ષેત્રે કાર્યમાં કાપ મુકવામાં આવી રહ્યા છે કે પછી ડીઝલના અને રોજમદાર કર્મીઓને બીલોમાં બતાવી દેવાય રહ્યા છે. તે આમ આ જનતામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.
આ બાબતે કચરા કલેકશનના વાહનના ડ્રાઈવરને પૂછતા જણાવ્યું હતું કે, માર્થ થી કોન્ટ્રાકટ પુરો થતાં સખી મંડળની કર્મીઓને બંધ કરાતા ખાલી કચરા કલેકશન કરતી કર્મીઓ વગર વાહન ફેરવવાનો શું ? મતલબ છે. નગર પાલિકાના ડમ્પીંગ શાખાના કર્મીઓ ડીઝલ શામાટે વાપરે છે. બીલો બનાવવા ખાતર કર્મીઓના વગર વાહનો ફેરવીને લાખ્ખોનું ઈંધણના બીલો બનાવાના હશે ? તે તપાસનો વિષય છે.
સુધો અને ભીનો કચરો કલેકશન માટે પાલિકા એ બે અલગ અલગ ડસ્ટબીન આજથી ચાર-પાંચ વર્ષ અગાઉ આપ્યા હતા. ત્યારબાદ ડસ્ટબીન આપ્યા નથી. સ્વચ્છ ભારત મિશનની કરોડોની ગ્રાન્ટ ફળવાઈ છે. તેમ છતાંં કર્મીઓને છુટા કરી દેવામાં કેમ આવતા છે. આ સમયે તેઓને કેમ ચાલુ રાખવામાં આવતા નથી. આમ જનતા તો કચરો આપવા નિકળે છે. કલેકશન કરતી સખી મંડળની કર્મીઓ નદાર રહેતા જેટલો કચરો કલેકશન થવો જોઈએ. તેમાંં 10 ટકા કચરો સુકો અથવા ભીનો કચરો હાલમાં કલેકશન થતો નથી. જેથી લાગતા વળગતા હાલના વહિવટી અધિકારીઓ કચરો ડોર ટુ ડોર કલેકશન માટે વધારાના કર્મીઓના મુકતા ના શહી જે તે સખી મંડળની કર્મીઓને નગર પાલિકાના રોજમદાર તરીકે સખીનો આ આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભારત સ્વચ્છ મિશનનનો સાકાર કરી બતાવવો જોઈએ.