દે.બારીયા,\ દે.બારીયા નગર પાલિકાના કોન્ટ્રાકટરના દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જે ડોર ટુ ડોર કચરાનું કલેકશન થતું હતું. તે વાહનો બંધ થઈ ગયા છે ? શુંં ડોર ટુ ડોર કચરા કલેકશન માટે જે કોન્ટ્રાકટરની સમય મર્યાદા પુરી થઈ જવા પામી છે કે પછી તેમાં કંઈને કઈ કલેકશન માટેના વાહનોમાં આવતું ડીઝલ માટેનો ખર્ચ ઓછો થાય તેના માટે કોઈ દેખવાનું છે. બે-પાંંચ, પંદર દિવસ બંધ રાખીશું તો કોણ દેખવાનુંં છે. પરંતુ લોકતંત્રના ચોથા સ્તંભની નજરોથી અને કેમેરાથી બચી શકતા નથી. શું ? સેનટરી ઈન્સ્પેકટરને આ અંગે જાન નહિ હોય તે યક્ષ પ્રશ્ર્ન છે. છેલ્લા ચાર પાંચ માસથી અલગ અલગ એક રોટોના ડોર ટુ ડોર કલેકશન કરતા વાહનો જેવા દ્વારા થશે. એક એક કરીને બંધ કરી દીધા છે. જેથી આ અંગે દે.બારીયા પ્રાંત અધિકારી નગર પાલિકાના જે તે કર્મીઓને તાકીદે તેડુંં મોકલાવે અને ડોર ટુ ડોરમાં થતી ખાયકીના અંગે તટસ્થ તપાસ કરે તેવી શહેરજનોની માંગ ઉઠવા પામી છે. તેના માટે ડોર ટુ ડોર કચરા કલેકશનના સખી મંડળોની બહેનોને બંધ કરવામાં આવી છે કે પછી આમ ગ્રાન્ટને કાગળો પર વાપરવામાં આવી રહી છે. તેની વડોદરા ઝોનના કમીશ્ર્નર સ્થળની મુલાકાતે આવીને તપાસનો દોર ચલાવે તેવી આમ જનતાની માંગ ઉઠી છે.