દે.બારીયા, દે.બારીયા નગર પાલિકા હાલમાં વહિવટી કર્મીઓના દ્વારા આખુંં વહિવટ ચાલે છે. જેના કારણે દર વર્ષની જેમ દીપાવલીના 10 દિવસ પહેલાથી નગર પાલિકાના દ્વારા દૈનિક પાણીનો પુરવઠો આપવાનું શરૂ કરી દેવામાં આવતો હતો. પરંતુ હાલની દીપાવલીને માત્ર બે દિવસ બાકી રહ્યા હોવા છતાં દૈનિક પાણી પુરવઠો આપવામાંં આવતો નથી કેમ ? તે મોટો સવાલ છે.
દે.બારીયા નગર પાલિકા વોર્ડના માજી સભ્યો હાલમાંં પોતાના વોર્ડના કાર્યોમાં ધ્યાન આપતા નથી. જયારે સત્તામાં હોય તો તમામ બાબતોમાં ધ્યાન આપતા હોય છે. હાલમાં ભુતપૂર્વ વોર્ડ મેમ્બરો કોઈપણ પ્રકારની કામગીરીને ધ્યાને લેતા નથી. શહેરની આમ જનતા ધરોની સાફસફાઇ તેમજ રંગોરોગાણના કાર્ય માટે પાણીની ઉપયોગીતા વધારે હોય છે. જેથી પાલિકાનો વોટર્સ વર્કસના દ્વારા દૈનિક પાણીનો પુરવઠો આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. માજી પ્રમુખ તથા ઉપપ્રમુખ તથા તમામ વોર્ડના માજી મેમ્બરો આ વખતે પાલિકાના કર્મીઓનું ધ્યાન દોરવા માટે કોઇ તજવીજ હાથ ધરશે ખરા તે આવનારો સમય બતાવશે.