દે.બારીયા શહેરમાં બાઈક ચોરીના બનાવ થતા જાણે પોલીસને ખુલ્લો ચેલેન્જ આપી રહ્યા છે?

દે.બારીયા,દે.બારીયા શહેરમાં ફરી બાઈક ચોર ટોળકી સક્રિય થઈ છે. ગત રવિવારની રાત્રે બે બાઈકોની ઉઠાંતરી કરી હતી. આગલી રાત્રીએ પણ બાઈક ઉઠાંંતરી થયાની બુમ હતી. જ્યારે પંદર દિવસ પહેલા સરકારી હોસ્પિટલના ગ્રાઉન્ડમાંના ગાર્ડન માંથી ધોળે દિવસે હોન્ડા કં5નીની બાઈક કોઈ હરામખોર ઉઠાવી ગયાની માહિતીની શાહી સુકાઈ નથી ને ફરી ત્રણ બાઈકોની ચોરીના સમાચાર છે.

મળતી માહિતી મુજબ દે.બારીયાના ભે દરવાજા, નીચવાસ ફળીયા માંથી રવિવારની રાત્રીમાં બાઈક તસ્કરો જાણે દે.બારીયાની બાહોશ પોલીસને ખુલ્લો ચેલેન્જ કરી રહ્યા છે. બે રાત્રીમાં ત્રણ બાઈકો ઉઠાવી ગયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ બનાવથી દે.બારીયા પોલીસની નાઈટ પેટ્રોલીંગનો ફિયાસ્કો થવા પામ્યો છે. ગ્રામરક્ષક દળના પોઈન્ટો ઉપર ઉંધતા હતા. શહેરના ત્રણ મુખ્યનાકા છે આ રસ્તાઓ ઉપર પોલીસના બેરીકેટ પણ હોય છે. આ બેરીકેટ ઉપર કોઈ જ ન હતા. તેવા અનેક સવાલો ઉભા થયા છે શું ? સવારના પાંચ વાગ્યા સુધી પોઈન્ટો ઉપર પહેરેદારો હાજર રહે છે. ખરાં ? બાઈક તસ્કરો સાગટાળા તરફ ગયા હતા. ત્યાંંથી એક બાઈક પરત પણ મળી હોવાની આમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે. તો આ બાઈક તસ્કરો છોટાઉદેપુર અથવા ફાંગીયાની ચેકપોસ્ટ ઉપરના કર્મીઓ પણ ઉંધતા ઝડપાયા છે. ગરવી ગુજરાતમાં લો એકટની સમક્ષ ઉચ્ચપદના અધિકારીને કરવી રહી.