
દે.બારીયા તાલુકામાં માંડ 8-10 ઈંચ મોન્સુનનો વરસાદ ભાગયેલ થયો હશે તેવા સમયે શહેરનું મોટું તળાવ ખાલી કરીને નાના તળાવમાં તેનું પાણી ભરી દેવાતા નાના તળાવમાં પાણી હાલમાં ફુલ જોવા મળે છે. હવે એ જોવાનું કે, ભાદરવો ભરપુર થાય તે પહેલા મોટા તળાવની ફાઉન્ડેશનની આર.સી.સી.ની દિવાલો ચારેકોર તળાવના બની શકશે ખરી તે મોટો સવાલ છે ?
પ્રાપ્ત માહિતી અનુસાર તા.21/085/2024ના મંગળવારના રોજ સાંજે 6-00 કલાકે કડાકા અને પવન સાથે વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ હતી. લોકોને અસહાય ગરમીથી મહદઅંંશે રાહ થઈ છે અને સાથે સાથે ખેડુત મિત્રોને રાહતના સમાચાર છે. મકાઈનો પાક આ વરસાદથી બચી જતા ખેડુત મિત્રો હાશકારો અનુભવ્યો છે. અમુક વિસ્તારમાં ધાબા મકાઈવા નિકળી રહ્યા હતા. અમુક પંથકની અગાઉની મકાઈના નિગણામાં હતી. તેવા સમયે વરસાદની ખાસ જરૂર રહેલી છે. જેથી નાના બે-ચાર વિધામાં પોતાને ખાવા પુરતી મકાઈનો પાક થવાની આશા હોય છે. તેવા સમયના ટાંકણે આજનો વરસાદ મકાઈના પાક માટે જીવાદોરી સામે ખેડુતો ભાઈઓને ખુશખુશાલ થવામાં મદદરૂપ થશે. જગતના પાલનહારને જગતના તાતના ચિંતાના વાદળોને વિખેરી નાખ્યા છે. તેવું કહેવું ખોટું નથી.