દે.બારીયા,આખા ગુજરાતમાં એક જ તબકકામાં 7મી મે એ મતદાન થવા જાય છે. 16 માર્ચના રોજ બપોરે 3 કલાકે ચુંંટણીની તારીખોનું શીડયુલ જાહેરાત સાથે દે.બારીયા તાલુકાના ચુંટણી કર્મીઓના દ્વારા ખાનગી ધરો પરના ભીંત ચિત્રો તથા ભીંત પરના પક્ષના ચિન્હો એસ.ટી.બસો પર જે પણ જાહેરાતો હતી. આદર્શ આચાર સંહિતાના અમલના રૂપે આ તમામ ચિન્હો, ચિત્રોને હટાવી દેવાયા છે.
આધારભૂત સુત્રો અનુસાર ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે 7મી મેના રોજ મતદાન પુરુ થયા બાદ 4 જુનના રોજ પરિણામો જાહેર કરાશે. આદર્શ આચાર સંહિતાના ચુસ્તપાલન માટે સમગ્ર રાજ્યમાં ચુંટણી તંત્ર આદર્શ આચાર સંહિતાના ચુસ્ત અમલવારી માટે ચુંંટણી તંત્ર એલર્ટ ઉપર છે. રાજ્યનો કોઈપણ નાગરિક કોઈ પણ સ્થળેથી આદર્શ આચાર સંહિતાના ભંંગ અંગેની ઓનલાઈન ફરિયાદ માટેની વ્યવસ્થા ભારતના ચુંંટણી પંચ દ્વારા ઉભી કરાઈ છે. સી-વીજીલ મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે. આ મુખ્ય નિર્વાચ અધિકારીએ જણાવ્યુંં હતું. જેથી દે.બારીયા શહેરના જાહેરના સ્થળો ગણી મહોલ્લાઓ તેમજ એસ.ટી. બસો ઉપર સત્તાપક્ષની જે કોઇ જાહેર તો તથા ફોટા, ચિન્હો સાથે હતી. તેને હટાવી દેવામાં આવી રહી છે. એટલે આપણે ચુંટણી પંચ એલર્ટ ઉપર છે. તેવું કહેવું યોગ્ય છે. તેમજ ચુંટણી પંચે એક હેલ્પ લાઈન નંબર જાહેર કર્યો છે. મુખ્ય ચુંટણી કમિશ્નરે કહ્યુંં કે, ઇડી પૈસાની વહેંચણી કરનારાઓ પર નજર રાખશે. કોઈપણ પ્રકારની ફરિયાદ માટે 1950 પર કોલ કરવો રહ્યો તેમજ મતદાનની વિશ્ર્વનીય સુનિશ્ર્ચિત કરવામાંં આવશે. હિંસા અસ્વિકાર્ય છે. જે કરશે તેના ઉપર તાત્કાલીક સજા કરાશે અને ચુંંટણી પ્રક્રિયા બળપ્રયોગ અને ગુંડાગર્દીના આ લોકશાહી પ્રભાવને રોકવા માટે અનેક ઉ5યો પણ કરાયા છે. તેમજ ક્રિમીનલ રેકોર્ડ ધરાવતા ઉમેદવારોએ અખબારોમાં તેની વિગતો પ્રકાશીત કરવી પડશે. આવા અનેક ઉપાયોથી મતદારોમાં આદર્શ આચારસંહિતાના અમલવારી થાય તેવી આશા સેવી રહ્યા છે.