દે.બારીયા,દે.બારીયા નગર પાલિકાના દ્વારા નવિન ટાંંકીના માટે વોટર્સ વર્ક પ્લાન્ટ થી નગર પાલિકા સામે નવિન પાણીની ટાંકીના પીવાનું પાણી ભરમાટે નવિન મુખ્ય પીવાના પાણીની પાઈપ બીછાવવા માટે કોન્ટ્રાકટરના દ્વારા કાર્ય કરાઈ રહ્યું છે. જે ભે દરવાજાથી સંચાગલી, જુના મહેલ તેમજ સર્કલ બજાર સુધી જી.સી.બી.થી ખોદકાર્ય કરાતા આર.સી.સી.ના સ્ટોન જ્યાં છે. ત્યાં છે તેને હટાવાયા નથી. રોડ સરખો પણ કરાયો નથી. જેથી વાહન ચાલકોને ખુબ જ મુશ્કેલીનો વારો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાઈપ નાખવામાં કોન્ટ્રાકટરોને રસ છે. રોડ સરખો કરવામાં કેમ રસ નથી. તે કોણ કરાવશે ? રોડના ઉપર મોટા આર.સી.સી.ના સ્ટોન ત્યાંના ત્યાં પડેલા છે. તેમજ ધરોમાં અને દુકાનો ઉપર જવા માટે પણ મુશ્કેલ છે. તેમજ શહેરના મેન સેન્ટર એટલે વિકટરી સર્કલ બજારના વચ્ચોવચ છેલ્લા આઠ થી દસ દિવસથી ખાડો ખોદી રાખ્યો છે. તો ત્યાં ભય સુચક ચિન્હ સાથે બોર્ડ અથવા કોઈપણ આડ માટે કાર્ય સુચક રીબીન પટ્ટીની આડ ન કરાતા વાહન ચાલકો, બાઈક ચાલકો અથવા રસ્તે ચાલનારા આમ વ્યકિત આ મસમોટા ખાડામાં ખાબકશે. ત્યારે નગર પાલિકાનું વહિવટી તંત્ર જાગશે તે યક્ષ પ્રશ્ર્ન છે. જેથી કાર્ય કરનાર કોન્ટ્રાકટરને આ ખાડો ગંભીર દુર્ધટના સર્જાય તે પહેલા જે તે જવાબદાર અધિકારી કારણ દર્શક નોટીસ આપશે ખરાં.