દે.બારીયા શહેર I.O.C.L ના પંપ ઉપર ગેસના પ્રેશર બુસ્ટરની કામગીરી ગોકુળગતિએ કેમ ચાલે છે…???

દે.બારીયા,

દે.બારીયા શહેરમાં બારીયા, પીપલોદ રોડ ઉપર અરીહંત પેટ્રોલ પંપ નામનો પંપ ચાલે છે. જ્યારે ગેસ પુરાવવા માટે હજારો વાહનો 24 કલાકમાં આવતા હોય છે. સી.એન.જી. પુરવા માટે બુસ્ટર ના હોવાના કારણે પુરતો પ્રેશર ના આભાવ હોવાથી ગેસના વાહનોને પુરતો પ્રેશર મળતો નથી. ગેસનો પ્રેશર જ્યારે મળશે ત્યારે ગેસના પંપમાં બુસ્ટર નખાશે ત્યારે બુસ્ટર નાખવાની કામગીરી ધીમી ગતિ અને ગોકુળગતિએ કયા કારણે થાય છે. તે યક્ષ પ્રશ્ર્ન છે.

પ્રાપ્ત મહિતી અનુસાર દે.બારીયા શહેરમાં આઈ.ઓ.સી.એલ.ના પંપ ઉપર સી.એન.જી.ના ગેસની સુવિધા તો મળે છે. પરંતુ પુરતો પ્રેશર ના મળતા વાહન ચાલકોને કલાકો લાઈનમાં ઉભા રહેવાનો વારો છે. વહેલી તકે પ્રેશર માટે બુસ્ટર સાથે ઓનલાઈન કાર્ય પૂર્ણ કરવામાં આવે તો તમામ વાહનોમાં પુરતો પ્રેશર મળી રહેશે. જેથી આઈ.ઓ.સી.ના પદના અધિકારીઓ દે.બારીયા શહેરના એકના એક પંપ ઉપર બુસ્ટર નાખવાની કામગીરી કરવા માટે આદેશ લખીને જારી કરે સમય મર્યાદા આપી બુસ્ટર નાખવાની કામગીરી વહેલી તકે પૂર્ણ કરે વાહન ચાલકો ખાસ કરી રીક્ષા ચાલકોને લાઈનમાં કલાકોનો સમય વેડફાય રહ્યો છે પ્રેશર સાથે ગેસ પુરાવવાની સુવિધા કયારે મળી રહેશેે. તે તો આવનારો સમય જ બતાવશે.