દે.બારીયા, દે.બારીયા પંથકમાં સતત 48 કલાક થી વરસાદ વરસતા પાનમ નદી બે કાંઠે વહી રહી છે. શુક્વારની રાત્રીથી વરસાદ વરસતા નદી-નાળા, ચેક ડેમો છલકાયા છે. આવા દ્દશ્યો 2008માં સર્જાયા હતા. ત્યારબાદ હાલના વર્ષે લોકોએ વરસાદની આસા અભરાઈએ મુકી છે. ત્યારબાદ વરસાદનું આગમન થતા ખેડુતોમાં આશા જાગી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીયા શહેર અને તાલુકાના ગ્રામીણના વિસ્તારોમાં સતત અવિરત 48 કલાકથી વરસાદ વરસી રહ્યો તેના કારણે શહેરના દક્ષિણે વહેતી પાનમ નદી બન્ને કાંઠે વહી રહી છે. શહેરની આમ જનતા રવિવારની વહેલી સવારે નદીને નજરોથી જોવા માટે ઉમટી પડી હતી. તેમજ દે.બારીયા શહેરનો મોટું તળાવ પણ ઓવરફલો થતા નાના તળાવમાં પાણી આવતા બન્ને તળાવો ફુલ ભરાશે. બન્ને તળાવો ઓવર ફલો 10 વર્ષના પહેલા થયા હતા. હાલના અવિરત વરસાદનો ફાયદો ડાંગરના પાકાને થશે. રવિ પાક એટલે શીયાળાની મકાઈ અને મગફળીના પાકને ભરપૂર ફાયદો થશે તેવું ધરતી પુત્રોમાં ચર્ચાઈ રહ્યું છે. આ લેખ લખાય રહ્યા છે. ત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે. પંથકમાં કોઇ મોટી સમસ્યા સર્જાયાની વિગતો મળી નથી જેથી ફલડ કંટ્રોલે હાશકારો અનુભવ્યો હશે. રવિવારના દિવસ હોવાથી છુટક વેચનારા શાકભાજીના વેપારીઓ પણ નદારત દેખાયા હતા. જેથી આમ જનતાને શાકભાજી મેળવવા માટે શાકમાર્કેટમાં જવાનો વારો આવ્યો હતો.