દે.બારીયા શહેરના વોર્ડ નંં.6માં ગેસની પાઈપ બીછાવ્યો એક વર્ષના સમય થયા બાદ તે ખાડાઓનું રીપેરીંગ કાર્ય હાલમાં થાય છે ?

દે.બારીયા,દે.બારીયા શહેરના કસ્બા વોર્ડ નં.6ના વિસ્તારમાં નગર પાલિકાના ખાનગી ગેસ એજન્સી થકી ધરેલું ગેસના જોડાણો માટે ખોદકાર્ય કરાયું તે કાર્ય કરીએ લગભગ એક વર્ષનો સમય થઈ ગયો તેના બાદ હાલમાં પંચમહાલ સમાચાર પત્રમાં સતત અહેવાલ પ્રસિધ્ધ થતાં હોળી ચકલા થી કસ્બા સુન્ની મસ્જીદ સુધીના રોડનું રીપેરીંગનું કાર્ય હાથ ધરાયું હતું. ફકત 200 થી 400 મીટરના રસ્તાનુંં રેપીરીંગ હાથ ધર્યા બાદ જે તે કંપનીના દ્વારા કાર્ય બંધ કરી દેવાતા ફરી હાલમાં નગર પાલિકા બાંધકામ શાખાના દ્વારા વિસ્તાર સુધી રીપેરીંંગ કાર્ય કરાયું હતું. તેમાં પણ અડધા ખાડા જેમના તેમ છે. ભે દરવાજા રોડ દરગાહ સામે રોડ ઉપર ગંદુ પાણી વહી રહ્યુંં છે. આ સમસ્યા પણ કોઈપણ પાલિકાના સદસ્યોએ ઘ્યાન આપ્યું નથી. જ્યારે હાલમાં ગલીયા કુવા થી મસ્જીદ સુધી જે ખાડા ગેસ પાઈપ બીછાવવા માટે ખોદયા હતા. તેમાં આરસીસીના મટીરીયલ્સ થી રીપેરીંગ કાર્ય થઈ રહ્યુંં છે. જેથી આમ જનતામાં આનંદની લાગણી વ્યાપી છે. આ મુજબ હોળી ચકલા થી જુની પોલીસ લાઈન સુધીનો રોડ બિસ્માર છે. તેનુંં પણ સમારકાર્ય હાથ ધરાય તેવી માંગ ઉઠવા પામી છે.