દે.બારીઆ સરકારી સહિત ખાનગી હોસ્પિટલોમાં આખા જિલ્લાના તબીબો હડતાળમાં જોડાયા

દે.બારીઆ શહેરના તમામ દવાખાનાઓમાં ઓ.પી.ડી.બંધ રાખવામાં આવતા પેશન્ટો અટવાયા હતા. જેનુ મુખ્ય કારણ એ હતુ કે, કોલકત્તાની આર.જી.32 મેડિકલ કોલેજના હોસ્પિટલના બીજા વર્ષના રેસીડેન્ટ મહિલા તબીબ સાથે બનેલી ધટના જે સામુહિક રેપની ધટનાથી આખા દેશના તબીબોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને દે.બારીઆના તબીબોએ તા.17/08/2024 શનિવારના રોજ ઓ.પી.ડી.બંધ રાખી હતી.

જધન્ય રેપ વીથ મર્ડરની ધટનાનો આખા ભારતના ડોકટરોમાં ભારે રોષ છે. રોષ આ પ્રકારનો હતો કે, મોરબીના એક ડોકટરે તો વિરોધ પ્રદર્શનની રેલીને સંબોધનમાં પોતાની ખાનગી રિવોલ્વરને ડોકટરોને બતાવી સંબોધન કરતા જણાવ્યુ હતુ કે,હવે આપણે રિવોલ્વર સાથે રાખીને પ્રેક્ટિસ માટે ક્લિનીકમાં આવવુ પડશે.

ડો.ગજેરાનુ આહ્વાન માટે કેસ પણ કરાયો હતો. ત્યારબાદ માફી માંગી હતી. દે.બારીઆના તમામ તબીબો દ્વારા દે.બારીઆ પ્રાંત અધિકારી જયોતિ બા ગોહિલને આવેદન પણ સુપરત કર્યુ હતુ. જેમાં તબીબો, વ્યવસાયિકોમાં સલામત અને સુરક્ષને સુનિશ્ર્ચિત કરવાની માંગણી કરાઈ હતી. અને તેને તાતી જરૂરી બની છે. ડોકટર એક ભગવાન રૂપી છે. જેઓ જીવન બચાવે છે તો તેમનો જીવ લેવો કેટલુ મોટુ પાપ છે. આવા હત્યારાને માફ કરવો એ પણ ગુનો બને છે.