દે.બારીયા સરકારી હોસ્પિટલના ઓ.પી.ડી.માંં એકપણ ડોકટર્સ હાજર જણાતા ન હતા તેના માટે કોણ તપાસ કરશે…?

દે.બારીયા,

દે.બારીયા સહિત બીજા ત્રણ તાલુકા જેવાં કે, ધાનપુર, લીમખેડા, સીંંગવડ તાલુકાઓમાં મુખ્ય સરકારી મોટું હોસ્પિટલ હોવા છતાંં તા.22/02/2023ના બુધવારના રોજ 11.15 કલાક સુધી સવારે એકપણ ઓ.પી.ડી.માં પેશન્ટોની તપાસણી માટે ર્ડાકટર દુર દુર સુધી જણાતા ન હતા. આ છે સ્વાસ્થ્ય વિભાગમાંં ગંભીર બેદરકારી.

પ્રાપ્ત માહિતી અનુસાર તા.22/02/2023ના બુધવારના રોજ દે.બારીયાના સરકારી હોસ્પિટલની લાપરવાહી સામે ચડીને આવી હતી. સવારે 11.05 કલાક સુધી ગરીબ આદિવાસી તથા મધ્યમવર્ગના પેશન્ટ ઓ.પી.ડી.ના ત્રણ ટેબલો ઉપર રાહ જોતા હતા. પરંતુ ત્રણ માંથી એક પણ ટેબલ ઉપર જે તે ડાકટરની ફરજ હતી. તેમાંથી એક ર્ડાકટર હાજર રહેવા જોઈતા હતા પણ ફરજ કોની છે, તે માટે કોઈ આવવા તો જોઈએ ને શું ? સરકારી હોસ્પિટલોમાં 100 ટકા ર્ડાકટર્સની અછત વર્તાઈ રહી છે. કયા હતા કાયમી ર્ડાકટરો કયા હતા સ્ટાઈપેન્ડ લેનારા પાર્ટ ટાઈમ ફરજ બજાવતા ર્ડાકટરો આ વહિવટીની પોલ ખુલી જવા પામી છે. તે તો જીલ્લાનું તંત્ર અને આરોગ્ય અધિકારીનો તપાસનો વિષય છે.

સરકારી હોસ્પિટલોમાંં આંમ, ગરીબ આદિવાસી પ્રજા વિના મુલ્યે નિદાન માટે જાય છે. ત્યાં ર્ડાકટર્સની બેદરકારી સામે આવી ગરીબોને નાછૂટકે ખાનગી હોસ્પિટલમાં નિદાન માટે મજબુર થયા હતા. કેસો નોંધાવ્યા બાદ પણ ત્રણ-ત્રણ કલાક પેશન્ટોને ઉભા રહેવાનો વારો હતો પણ ર્ડાકટર્સ 11.15 સુધી આવ્યા ન હતા. ર્ડાકટર્સ ને આવવાનો સમય 9-00 યા 10-00 વાગ્યાનો હોય અહીં તો 11.15 થયા તો પણ કોઈપણ જવાબદાર કર્મી પેશન્ટોને જણાવ્યું ન હતું. ગુજરાત રાજ્યની સંવેદનશીલ સરકાર સ્વાસ્થ્યના પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. ત્યારે જ સરકારી બાબુઓની આ ગંભીર બેદરકારી કરનારા જે પણ આ દિવસે ફરજ રજીસ્ટરમાં ફરજ બોલાતી હોય તેઓને કારણ દર્શક નોટીસ કેમ ન આપવામાં આવે અને તેઓ જે ફરજ ઉપર સમયસર હાજર ના થયા તેઓનું જે તે દિવસનો પગાર કેમ ન કાપવો તેવા અનેક સવાલો ઉપસ્થિત થવા પામ્યા છે. હવે જીલ્લા વહિવટી તંત્ર કેવા પગલાં ભરશે તે આવનારો સમય બતાવશે.