દે.બારીયા,
કોરોના પર નજર રાખી રહેલા ભારત અને આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનીઓએ જણાવ્યું છે કે, ભારતમાં તાજેતરના સમયમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળે તો નવાઈ નહિ તાજેતરમાં કોરોના કેસમાં જોવા મળેલા ઉછાળા પાછળ કોરોના H3N2 વેરીઅન્ટસનો સબ વેરીઅન્ટસને ટ્રેક કરતા આંતરરાષ્ટ્રીય પ્લેટ ફોર્મના અનુસાર આ સબવેરીઅન્ટસના સૌથી વધારે કેસ ભારત સહિત ચાર દેશમાં સૌથી વધારે છે. રાજ્યોમાં આપણા રાજ્યમાં સૌથી વધુ છે. તેવા સમયે દે.બારીયા સરકારી હોસ્પિટલના એક નર્સ એ નામ નહિ જાહેર ન કરવાની શરતે જણાવ્યું છે કે, આપણા સ્થાનિક હોસ્પિટલમાં કોરોના સબવેરીએન્ટસનો કેસ સામે આવ્યો હોવાની આશંકા છે. તેની પુષ્ટી થઈ શકી નથી પરંતુ નગર પાલિકાના કર્મીઓ હોસ્પિટલમાં જોવાયા હતા શું ? સેનેટાઈઝર કરવામાં આવ્યું તેવા અનેક સવાલો ઉપસ્થિત થયા છે. આ સબ વેરીએન્ટસના કેસ સૌથી વધારે 48 જેટલા ભારતના રાજ્યોમાં મહારાષ્ટ્ર તથા ગુજરાત રાજ્યના સૌથી વધુ છે. તે નોંધનીય છે. જેથી જીલ્લાનું આરોગ્ય વિભાગ આ વાતને હળવી ના લે અને તાકીદે તમામ ઉપાયો કરે તેવી આશા છે.