દે.બારીયા સરકારી હોસ્પિટલમાં અંધેર વહિવટ સોનોગ્રાફી મશીન બંધ હાલતમાં

દે.બારીયા,

દે.બારીયા શહેર તથા તાલુકાના આસપાસ પંથકનો રજવાડી સમયનું હોસ્પિટલ વખણાયેલું હોસ્પિટલ છે. જે 80ના દાયકા પહેલાથી જે ઓપરેશન મુંબઈ વિના થઈ શકતા ન હતા. તે ઓપરેશનો દે.બારીયા સરકારી હોસ્પિટલમાં થતા હતા. એ પણ વિના મુલ્યે હાલમાં ઓપરેશનો થાય છે પણ ખાનગી હોસ્પિટલનો અડધી રકમનો ખર્ચ કહો કે લેવડ દેવડ કહો વ્યવહાર તો કરવો પડે છે. એ પણ દવા બોટલ તથા બોટલની સાથે સાથે બધુ પેશન્ટને બજાર માંથી લાવવો પડે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં સરકારી હોસ્પિટલની નવિન બિલ્ડીંગ નવિનીકરણ સાથે નવા બેેંક સાથે વધારો થયો તેમજ ડાયાલીસીસના ઉપકરણો ગતિશીલ સરકારે ઉપલબ્ધ કરાવ્યા છે. પરંતુ છેલ્લા કેટલા સમયથી સોનોગ્રાફી મશીન બંધ હાલતમાં છે. તે શા માટે તે યક્ષ પ્રશ્ર્ન છે. જે પા ટાઈમ ર્ડાકટર્સ નિયુકત કર્યા છે. તે પોતાના કલીનીક માટે સરકારી હોસ્પિટલ માંથી દર્દીઓ ખેંચી જવા માટે જ આવતા હોય છે. સરકારી હોસ્પિટલના સોનાગ્રાફી બંધ રાખવા પાછળ સોચી સમજી સાજીસ છે. તેવું આમ, જનતામાં ચર્ચાઈ રહ્યું છે. પા ટાઈમના ર્ડાકટરો હોસ્પિટલમાંં મોડા મોડા આવે છે. ક્યારે આવે છે અને કયારે જતા રહે છે. કોઈપણ કહેવામાં તૈયાર નથી. ફોગટનું 10 થી 15 હજાર સ્ટાઈપન્ડ ચુકવાય છે.

લાગતા વળગતા જીલ્લાના પદના અધિકારીઓ સંગ્યાન લેશે ખરાં કે પછી તેમનો પણ વ્યવહાર મોકલી દેવાતો હોય છે. તેથી તેઓ આંખ આડા કાન કરતા હોય છે. પા ટાઈમ ર્ડાકટર્સ સરકારી પા ટાઈમનું વેતન પણ લઈ રહ્યા છે અને ગરીબ દર્દીઓને પોતાના કલીનીકમાં આવવા માટે મજબુર પણ કરી રહ્યા છે. સરકારી દવાખાનાનું સોનાગ્રાફી મશીન બંધ છે. તો તમારે મારા કલીનીકમાં આવી ચેક કરાવી જવું પડશે ના છુટકે દર્દીઓનો જવાનો વારો આવ્યો છે. શું ? સ્વાસ્થ્ય વિભાગ પણ ખાનગીકરણના રસ્તે જઈ રહ્યો છે કે શું ? તેવું આંમ, ગરીબ જનતા પુછી રહી છે.