દે.બારીયા, દે.બારીયા શહેર અને પંથકમાં ચોમાસાના બાદ મચ્છરજન્ય રોગચાળાએ ભયંકર માંંથુ ઉંંચકી ચૂકયો છે. જેનાથી શહેર તેમજ તાલુકા પંથકમાંના વિસ્તારોમાંં ડેન્ગ્યુના પોઝીટીવના દર્દીઓ દિનપ્રતિદિન સામે આવી રહ્યા છે. તેવા સમયે જ તાલુકાની મોટી સરકારી હોસ્પિટલમાં ડેન્ગ્યુ અંંગેની ચકાસણી અંગેની કીટનો અભાવ હોવાના કારણે ડેન્ગ્યુ અંગે પોઝીટીવ અથવા નેગેટીવ માટે ખાનગી લેબોરેટરીમાં જવાનો વારો આવ્યો છે અને ત્યાં 800 થી 1000 રૂા.ની ફી લેવાતી હોય છે. જેથી ગરીબો આવા મોંધવારીના સમયે ખર્ચ કરવો પડે છે. આખી ગાથા એક ડેન્ગ્યુના દર્દીએ અમારા પંચમહાલ સમાચારના પ્રતિનિધિને જણાવે છે શું ? આની પાછળ સાંંઠગાંઠનો ખેલ ખેલાતો નથી ને તેની તટસ્થ તપાસ જીલ્લાનું આરોગ્ય વિભાગના પદના અધિકારીઓ કરશે ખરાં ? તેવી માંગ ઉઠવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ડેન્ગ્યુ પોઝીટીવના દર્દીઓમાં સતત વધારો થતો જાય છે. ઝેરી મેલેરીયા તેમજ ઝાડા ઉલ્ટી, તાવના દર્દીઓ પણ સામે આવી રહ્યા છે. તેવા સમયે એટલે દશેરાના દિવસોમાં ધોડોના દોડે તેવા હાલ દે.બારીયા સરકારી હોસ્પિટલના છે. પ્રાથમિક સારવાર ગરીબો જનતાને મળવી જોઈએ કેમ કે તેનો મૌખિક અધિકાર છે. સ્વાસ્થ્યના પાછળ ગુજરાતની ગતિશીલ અને સંવેદનશીલ સરકાર કરોડોની ગ્રાન્ટ આપે છે તો પણ ગરીબોને ખાનગી લુંટારૂ સ્વાસ્થ્યના નામે કલંક ગણાતી ખાનગી લુંટારૂઓ પાસે સરકારી ર્ડાકટરો મોકલતા ખચકાતા કેમ નથી શુંં ? તેમને તેમાંથી ટકાવારી મળતી હોય છે ? તે યક્ષ પ્રશ્ર્ન છે.
આપણા ભારતે જુલાઈનો ઈતિહાસ રચ્યો ચંદ્રયાન-3 લોન્ચ કરીને પરંતુ એક મેડીશ માદા મચ્છરને નાબુદ કરી શકયો નથી. તે આપણા પાંગળા સ્વાસ્થ્ય વિભાગ સોચ વિચાર કરવો રહ્યો.