દે.બારીયા,
દે.બારીયા નગર પાલિકાના પાણી પુરવઠા વિભાગના દ્વારા છેલ્લા એક સપ્તાહથી પાઈપ લીકેજના સમારકાર્ય કરવા માટે મસમોટો ખાડો ખોદીને રાખી મુકતા અવરજવર કરતી આમ જનતાને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તેમજ આસપાસ બે ખાનગી હોસ્પિટલો આવેલ હોવાથી દર્દીઓને હાલાકી વેઠવી પડે છે. શહેરના મુખ્ય રસ્તાના ચાર રસ્તાની ચોકડી હોવાથી ટ્રાફિકની સમસ્યા વધુ માથાનો દુ:ખાવો બની છે. જે ખાડો પાઈપના સમારકાર્ય માટે ખોદી રાખ્યો છે. તે 10 થી 15 ફુટ ઉંડો છે. તે ખાડાની આસપાસ કોઈ જ પ્રકારનો ચેતવણી બોર્ડ અથવા સમારકાર્યની રીબીનની આડ અસર પણ રાખી નથી. જેથી વાહન ચાલકો અથવા ફુટપાથ ઉ5ર ચાલતા વટે માર્ગોને આની ચેતવણી થાય નગર પાલિકાનું પાણી પુરવઠા શાખાના કર્મીઓ અગાઉ પણ આ પાઈપ લીકેજનું કાર્ય કરવા માટે ખાડો ખોદીને સરકારી ગ્રાન્ટના હજારો રૂપીયા વાપરી બીલો બનાવીને ખર્ચે પાડીયા હતા. જેને એકમાસ પણ થયો નથી. ફરી બીજીવાર આ મેન પાઈપનું લીકેજનું કાર્યની બીલ બનશે અને દુર્ધટના થશે ત્યારે નગર પાલિકામાં કોઈ ખાબકશે અને દુર્ધટના થશે. ત્યારે નગર પાલિકા જાગશે કે પછી દુર્ધટના થતા પહેલા આ મસમોટો ખાડો પુરવા માટે કાર્ય હાથ ધરવામાં આવે તેવી આમ જનતાની માંગ ઉઠવા પામી છે.4